हवे आ बूम अने पडघाओनो बहु भार लागे छे Gujarati Gazal By Naresh K. Dodia

हवे आ बूम अने पडघाओनो बहु भार लागे छे Gujarati Gazal By Naresh K. Dodia
हवे आ बूम अने पडघाओनो बहु भार लागे छे Gujarati Gazal By Naresh K. Dodia
हवे आ बूम अने पडघाओनो बहु भार लागे छे
वधारे बोलवुं ए पण हवे बेकार लागे छे

बधा आ दाखला खोटा तमारा वायदाओना
करो ना वायदा के एय अत्याचार लागे छे

विनवशो नहि हवे ओ डाळखीओ आ वसंतोने
अरे नाजुक कळीओने हवानो मार लागे छे

तमे आ मुखवटो झाकळनो प्हेरी राखशो क्यां लग?
रविना तापमां एने जता क्यां वार लागे छे?

तमे फूटेला किस्मतनो सहारो लइने जीवो छो
अहीं म्हेनत करे ए सुख तणो हकदार लागे छे

सलाहो जेमने नां जोइए,एने नही आपो                       
तमारा शब्द बे-धारी एने तलवार लागे छे      

अछोवाना,विनवणी लाख करतां ए नही मानी         
मने लाग्युं के होठे मौनना हथियार लागे छे          

मळ्यो छुं सौने दिलना द्रार खूल्ला रोज मूकीने    
बधा दोस्तोनो मबलख प्रेम तारणहार लागे छे         

मने मारी ज इच्छा काबुं ब्हारे शब्दमां लागी                      
पछी तारी छबीमां नीतरतो शृंगार लागे छे        


(नरेश के. डोडिया)
હવે આ બૂમ અને પડઘાઓનો બહુ ભાર લાગે છે
વધારે બોલવું એ પણ હવે બેકાર લાગે છે

બધા આ દાખલા ખોટા તમારા વાયદાઓના
કરો ના વાયદા કે એય અત્યાચાર લાગે છે

વિનવશો નહિ હવે ઓ ડાળખીઓ આ વસંતોને
અરે નાજુક કળીઓને હવાનો માર લાગે છે

તમે આ મુખવટો ઝાકળનો પ્હેરી રાખશો ક્યાં લગ?
રવિના તાપમાં એને જતા ક્યાં વાર લાગે છે?

તમે ફૂટેલા કિસ્મતનો સહારો લઇને જીવો છો
અહીં મ્હેનત કરે એ સુખ તણો હકદાર લાગે છે

સલાહો જેમને નાં જોઇએ,એને નહી આપો
તમારા શબ્દ બે-ધારી એને તલવાર લાગે છે

અછોવાના,વિનવણી લાખ કરતાં એ નહી માની
મને લાગ્યું કે હોઠે મૌનના હથિયાર લાગે છે

મળ્યો છું સૌને દિલના દ્રાર ખૂલ્લા રોજ મૂકીને
બધા દોસ્તોનો મબલખ પ્રેમ તારણહાર લાગે છે


મને મારી જ ઇચ્છા કાબું બ્હારે શબ્દમાં લાગી
પછી તારી છબીમાં નીતરતો શૃંગાર લાગે છે
(નરેશ કે. ડોડિયા)
Advertisement