एक माणसनी कमी वर्ताय छे Gujarati Gazal By Naresh K. Dodia

एक माणसनी कमी वर्ताय छे Gujarati Gazal By Naresh K. Dodia
एक माणसनी कमी वर्ताय छे Gujarati Gazal By Naresh K. Dodia
एक माणसनी कमी वर्ताय छे
लाश जेवी जिंदगी थइ जाय छे

एमने दुख मारुं समजावा गयो
दर्द मारुं जोइ जे हरखाय छे  

प्रेमनो पथ साव सीधो क्यां हतो?
विश्वनां कोई खूणे फंटाय छे

आभने छत मानवाथी शुं वळे?
तोय धरती गीत एनां गाय छे

सांज पडता याद धण थइने मळे
शब्द खीले एटले बंधाय छे

रक्तनी साथे सतत व्हे छे जे नाम         
जे ह्रदयमां चो-तरफ अथडाय छे

डायरीनां एक पाने नाम छे
याद नामे आंसु ज्यां सचवाय छे

प्रीत वरणागी नथी जेनी बनी
कंकुना रंगोमां ए धोवाय छे

बस महोतरमां मने तुं साचव
जिंदगीनो अर्थ ज्यां तुं थाय छे
- नरेश के.डॉडीया
એક માણસની કમી વર્તાય છે
લાશ જેવી જિંદગી થઇ જાય છે

એમને દુખ મારું સમજાવા ગયો
દર્દ મારું જોઇ જે હરખાય છે  

પ્રેમનો પથ સાવ સીધો ક્યાં હતો?
વિશ્વનાં કોઈ ખૂણે ફંટાય છે

આભને છત માનવાથી શું વળે?
તોય ધરતી ગીત એનાં ગાય છે

સાંજ પડતા યાદ ધણ થઇને મળે
શબ્દ ખીલે એટલે બંધાય છે

રક્તની સાથે સતત વ્હે છે જે નામ         
જે હ્રદયમાં ચો-તરફ અથડાય છે

ડાયરીનાં એક પાને નામ છે
યાદ નામે આંસુ જ્યાં સચવાય છે

પ્રીત વરણાગી નથી જેની બની
કંકુના રંગોમાં એ ધોવાય છે

બસ મહોતરમાં મને તું સાચવ
જિંદગીનો અર્થ જ્યાં તું થાય છે
- નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment