दूरतामां साव पासे संभळातो साद छे. Gujarati Gazal By Naresh K. Dodia

दूरतामां साव पासे संभळातो साद छे. Gujarati Gazal By Naresh K. Dodia
दूरतामां साव पासे संभळातो साद छे. Gujarati Gazal By Naresh K. Dodia
दूरतामां साव पासे संभळातो साद छे.
तुं नथी पासे छतां तुं होय एवो भास छे.

चांदने मारी अगासी पर कदी जोतो नथी
तुं जिवनमां होय एने चांद पण अपवाद छे

जिंदगी आखी उकाळी ना शक्यां जे शायरो        
ते छतां एनुं सभामां बहु ज मोटुं नाम छे                  

कोइ कारण कयां मळे छे लागणी देखाडवा
शब्दने कायम तुं सामे होय एवी मांग छे

खासं माणस सौने क्यां तकदीर आपे छे कदी
होय तो साचववानी कायमनी तकरार छे

जीरवी शकवानी हरपळ जीरवी हसता मुखे
एक तारा स्मितनो एमा हमेशां साथ छे

आ ह्रदय पर कायमी तारी हकुमत चालशे
तुं दिवस कहे तो दिवस,तुं कहे तो काळी रात छे

रोज तु बहाना समयनां दइने पजवे छे मने         
मारी आंखोमा छबी तारी सदा साक्षात छे   

बस “महोतरमां” तमे पण ओगळॉ भीतर लगी
आ उकळती लागणीमां सूर्य जेवो ताप छे
-नरेश के.डॉडीया
દૂરતામાં સાવ પાસે સંભળાતો સાદ છે.
તું નથી પાસે છતાં તું હોય એવો ભાસ છે.

ચાંદને મારી અગાસી પર કદી જોતો નથી
તું જિવનમાં હોય એને ચાંદ પણ અપવાદ છે

જિંદગી આખી ઉકાળી ના શક્યાં જે શાયરો        
તે છતાં એનું સભામાં બહુ જ મોટું નામ છે                  

કોઇ કારણ કયાં મળે છે લાગણી દેખાડવા
શબ્દને કાયમ તું સામે હોય એવી માંગ છે

ખાસં માણસ સૌને ક્યાં તકદીર આપે છે કદી
હોય તો સાચવવાની કાયમની તકરાર છે

જીરવી શકવાની હરપળ જીરવી હસતા મુખે
એક તારા સ્મિતનો એમા હમેશાં સાથ છે

આ હ્રદય પર કાયમી તારી હકુમત ચાલશે
તું દિવસ કહે તો દિવસ,તું કહે તો કાળી રાત છે

રોજ તુ બહાના સમયનાં દઇને પજવે છે મને         
મારી આંખોમા છબી તારી સદા સાક્ષાત છે   

બસ “મહોતરમાં” તમે પણ ઓગળૉ ભીતર લગી
આ ઉકળતી લાગણીમાં સૂર્ય જેવો તાપ છે
-નરેશ કે.ડૉડીયા
Advertisement