अध-वचाळे जइ अटकवानु होय छे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
अध-वचाळे जइ अटकवानु होय छे Gujarati Gazal By Naresh K. Dodia |
अध-वचाळे जइ अटकवानु होय छे
कोइने चाही आ करवानु होय छे
प्रेममां तो भलभला भटकी जाय छे
राहमा तारी रखडवानुं होय छे
रोज नुस्खां हुं नवा अजमाव्या करूं
कोइने बस आम गमवानुं होय छे
एटले तुं कायमी रहे अभिमानमां
हाल मारा जोइ हसवानुं होय छे
रोज वासण जेम खखडे छे शब्दमां
लागणीने रोज रणकवांनु होय छे
डाळनी साथे भरोसो मांगी ले छे
डाळ पर ज्या फूल उगवानुं होय छे
प्रेम आपी त्या कशुं मांगी ना शको
जोइने एने मलकवांनुं होय छे
ए नदी भावे तने मळवा आवशे
एक दरियो थइ छलकवानुं होय छे
जिंदगीमा एक गमतुं माणस मळे?
जीववानुं एक आ ब्हानुं होय छे
पूण्यशाळी छे महोतरमानो आ प्रेम
एक देवी जेम भजवानुं होय छे
-नरेश के.डॉडीया
અધ-વચાળે જઇ અટકવાનુ હોય છે
કોઇને ચાહી આ કરવાનુ હોય છે
પ્રેમમાં તો ભલભલા ભટકી જાય છે
રાહમા તારી રખડવાનું હોય છે
રોજ નુસ્ખાં હું નવા અજમાવ્યા કરૂં
કોઇને બસ આમ ગમવાનું હોય છે
એટલે તું કાયમી રહે અભિમાનમાં
હાલ મારા જોઇ હસવાનું હોય છે
રોજ વાસણ જેમ ખખડે છે શબ્દમાં
લાગણીને રોજ રણકવાંનુ હોય છે
ડાળની સાથે ભરોસો માંગી લે છે
ડાળ પર જ્યા ફૂલ ઉગવાનું હોય છે
પ્રેમ આપી ત્યા કશું માંગી ના શકો
જોઇને એને મલકવાંનું હોય છે
એ નદી ભાવે તને મળવા આવશે
એક દરિયો થઇ છલકવાનું હોય છે
જિંદગીમા એક ગમતું માણસ મળે?
જીવવાનું એક આ બ્હાનું હોય છે
પૂણ્યશાળી છે મહોતરમાનો આ પ્રેમ
એક દેવી જેમ ભજવાનું હોય છે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment