एकांतनी माया मने लागी हती कबीरा Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
एकांतनी माया मने लागी हती कबीरा Gujarati Gazal By Naresh K. Dodia |
एकांतनी माया मने लागी हती कबीरा
संसारनी माया पछी त्यागी हती कबीरा
ज्यां ज्यां चमन जोया अमे नमता हता छतां पण
ठोकर मने फूलो थकी वागी हती कबीरा
जे सादगी उपर उपर देखाय आख सामे
अंदर जतां जोयुं तो ए वरणागी हती कबीरा
वाझिंत्र बदलुं तोय ना जाम्या सूरो मजानां
करताल वागी ने झलक जागी हती कबीरा
अंते थई गइ जीर्ण वस्त्रो जेम जातफाटेल
आंखरमां खीटीए अमे टांगी हती कबीरा
कामण हता जे कोइनां अंते फर्यां’ता पाछा
झाकळ जे रीते फूल पर भागी हती कबीरा
कोइने गमवा शायरी शीखी गयो हतों हुं
मारी कलम ए वखते वैरागी हती कबीरा
मारी महोतरमांनी नमणी मावजत मळी तो
मे शायरी गोळी समी दागी हती कबीरा
– नरेश के.डॉडीया
એકાંતની માયા મને લાગી હતી કબીરા
સંસારની માયા પછી ત્યાગી હતી કબીરા
જ્યાં જ્યાં ચમન જોયા અમે નમતા હતા છતાં પણ
ઠોકર મને ફૂલો થકી વાગી હતી કબીરા
જે સાદગી ઉપર ઉપર દેખાય આખ સામે
અંદર જતાં જોયું તો એ વરણાગી હતી કબીરા
વાઝિંત્ર બદલું તોય ના જામ્યા સૂરો મજાનાં
કરતાલ વાગી ને ઝલક જાગી હતી કબીરા
અંતે થઈ ગઇ જીર્ણ વસ્ત્રો જેમ જાતફાટેલ
આંખરમાં ખીટીએ અમે ટાંગી હતી કબીરા
કામણ હતા જે કોઇનાં અંતે ફર્યાં’તા પાછા
ઝાકળ જે રીતે ફૂલ પર ભાગી હતી કબીરા
કોઇને ગમવા શાયરી શીખી ગયો હતોં હું
મારી કલમ એ વખતે વૈરાગી હતી કબીરા
મારી મહોતરમાંની નમણી માવજત મળી તો
મે શાયરી ગોળી સમી દાગી હતી કબીરા
– નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment