एक सपनाने हकीकतनो जरा परचो मळ्यो Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
एक सपनाने हकीकतनो जरा परचो मळ्यो Gujarati Gazal By Naresh K. Dodia |
एक सपनाने हकीकतनो जरा परचो मळ्यो
एक शायर ए पछी शब्दोमां धगधगतो मळ्यो
दिलनी वातो शब्दमां ए ज्यारथी लखतो मळ्यो
बोज दिलमाथी सरी कागळमां घसमसतो मळ्यो
घातने आधातनी आदत पडी गइ त्यारथी
शब्दनां जूठाणा सामे ज्यारथी लडतो मळ्यो
ए सुफी-बंदो बनी कोईनी चाहतमां ढळ्यो
एक नारीने खुदा मानीने ए भजतो मळ्यो
एमनो सीनो सदा ऊंचो करी फरतो हतो
सांज पडतां सूर्य जेवो सूर्य पण ढळतो मळ्यो
प्रेममां अंजाम केवो आवशे न्होती खबर
छेवटे एकांत भाळी एक जण रडतो मळ्यो
एक ओळख मे छुपावी छे जगत आखाथी रोज
ए ज माणस जे अरीसांमां मने हसतो मळ्यो
आ महोतरमा जीवनमां ज्यारथी आवी चडी
एक पंखी जेम एनां दिलमां कलरवतो मळ्यो
– नरेश के. डॉडीया
એક સપનાને હકીકતનો જરા પરચો મળ્યો
એક શાયર એ પછી શબ્દોમાં ધગધગતો મળ્યો
દિલની વાતો શબ્દમાં એ જ્યારથી લખતો મળ્યો
બોજ દિલમાથી સરી કાગળમાં ઘસમસતો મળ્યો
ઘાતને આધાતની આદત પડી ગઇ ત્યારથી
શબ્દનાં જૂઠાણા સામે જ્યારથી લડતો મળ્યો
એ સુફી-બંદો બની કોઈની ચાહતમાં ઢળ્યો
એક નારીને ખુદા માનીને એ ભજતો મળ્યો
એમનો સીનો સદા ઊંચો કરી ફરતો હતો
સાંજ પડતાં સૂર્ય જેવો સૂર્ય પણ ઢળતો મળ્યો
પ્રેમમાં અંજામ કેવો આવશે ન્હોતી ખબર
છેવટે એકાંત ભાળી એક જણ રડતો મળ્યો
એક ઓળખ મે છુપાવી છે જગત આખાથી રોજ
એ જ માણસ જે અરીસાંમાં મને હસતો મળ્યો
આ મહોતરમા જીવનમાં જ્યારથી આવી ચડી
એક પંખી જેમ એનાં દિલમાં કલરવતો મળ્યો
– નરેશ કે. ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment