मारा ह्रदयमा लागणीनो बाग लइने बेठो छुं Gujarati Gazal By Naresh K. Dodia

मारा ह्रदयमा लागणीनो बाग लइने बेठो छुं Gujarati Gazal By Naresh K. Dodia
मारा ह्रदयमा लागणीनो बाग लइने बेठो छुं Gujarati Gazal By Naresh K. Dodia
मारा ह्रदयमा लागणीनो बाग लइने बेठो छुं
लोकोने गमती मांगणीनी छाब लइने बेठो छुं

हिबके चडे छे मानवीने दर्दनुं भारण वधतां 
हुं दर्दने ठोकर मळे ए लात लइने बेठो छुं

भीतर भर्यो छे दर्दनो दरियो ने च्हेरा पर खूशी
खूशी भरेला शब्दनी तादाद लइने बेठो छुं

पंखी चहेकीने डरी जाता हता ए श्हेरोमां
त्यां नाद मंजुल स्वरनो दरबार लइने बेठो छुं

सरहद हमेशां माणसो पाडे जुदा,पंखीने नहि 
टहुकानी हद ना होय एवुं आभ लइने बेठो छुं

मीठाश ज्यां म्हेकी रही फूलो समी दिलमां मारा
हु मानवीना मननी मीठी प्यास लइने बेठो छुं

पाछोतरी यादो अने झख्मो तमे भूली जाशो
आंनंदनी सीमा नथी ए छांव लइने बेठो छुं

टहुका समुं च्हेकी रह्युं छे मुजनां आत्मांनी अंदर 
कोइनी चाहतनी सुरीली सांज लइने बेठो छु

हुं गीरनारी नाद नोखो लागुं छुं आ दुनियामां 
वाझिंत्रनी भरमारमां करताल लइने बेठो छुं

एनो पूरावो होय भरपुर गीत,गझलो,काव्योमां 
हुं ए “महोतरमानां” दिलमां स्थान लइने बेठो छुं
-नरेश के.डॉडीया
મારા હ્રદયમા લાગણીનો બાગ લઇને બેઠો છું
લોકોને ગમતી માંગણીની છાબ લઇને બેઠો છું

હિબકે ચડે છે માનવીને દર્દનું ભારણ વધતાં 
હું દર્દને ઠોકર મળે એ લાત લઇને બેઠો છું

ભીતર ભર્યો છે દર્દનો દરિયો ને ચ્હેરા પર ખૂશી
ખૂશી ભરેલા શબ્દની તાદાદ લઇને બેઠો છું

પંખી ચહેકીને ડરી જાતા હતા એ શ્હેરોમાં
ત્યાં નાદ મંજુલ સ્વરનો દરબાર લઇને બેઠો છું

સરહદ હમેશાં માણસો પાડે જુદા,પંખીને નહિ 
ટહુકાની હદ ના હોય એવું આભ લઇને બેઠો છું

મીઠાશ જ્યાં મ્હેકી રહી ફૂલો સમી દિલમાં મારા
હુ માનવીના મનની મીઠી પ્યાસ લઇને બેઠો છું

પાછોતરી યાદો અને ઝખ્મો તમે ભૂલી જાશો
આંનંદની સીમા નથી એ છાંવ લઇને બેઠો છું

ટહુકા સમું ચ્હેકી રહ્યું છે મુજનાં આત્માંની અંદર 
કોઇની ચાહતની સુરીલી સાંજ લઇને બેઠો છુ

હું ગીરનારી નાદ નોખો લાગું છું આ દુનિયામાં 
વાઝિંત્રની ભરમારમાં કરતાલ લઇને બેઠો છું

એનો પૂરાવો હોય ભરપુર ગીત,ગઝલો,કાવ્યોમાં 
હું એ “મહોતરમાનાં” દિલમાં સ્થાન લઇને બેઠો છું
-નરેશ કે.ડૉડીયા
Advertisement