पराणे कोइनां व्हाला बनी शकतां नथी Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
पराणे कोइनां व्हाला बनी शकतां नथी Gujarati Gazal By Naresh K. Dodia |
पराणे कोइनां व्हाला बनी शकतां नथी
वचन ठाला दईने छेतरी शकतां नथी
नदीना जळ जे दरियामां भळी शकतां नथी
जीवनभर ए दूरीनां रण वटी शकतां नथी
नरी आंखे बनावट पारखी शकतां नथी
जीवे छे एवुं काव्योमां लखी शकतां नथी
अमे जेवा हता एवा ज शब्दोमां मळ्या
अमारा भाव दिलथी सौं कळी शकतां नथी
बधानी एक सरखी लागणी ना रहे कदी
जे सरभर प्रेमनुं भारण खमी शकतां नथी
हमेशां सत्यनी साथे ज अडकीने उभां
जुठाणाना लई टेको उभी शकतां नथी
मळी मीठाश ज्याथी साचवी राखी अमे
ए कारणथी अमे कडवाश पी शकता नथी
नथी गमती महोतरमां सिवाइ बीजी कोइ
ए चाहतथी कदी आगळ वधी शकतां नथी
-नरेश के.डॉडीया
પરાણે કોઇનાં વ્હાલા બની શકતાં નથી
વચન ઠાલા દઈને છેતરી શકતાં નથી
નદીના જળ જે દરિયામાં ભળી શકતાં નથી
જીવનભર એ દૂરીનાં રણ વટી શકતાં નથી
નરી આંખે બનાવટ પારખી શકતાં નથી
જીવે છે એવું કાવ્યોમાં લખી શકતાં નથી
અમે જેવા હતા એવા જ શબ્દોમાં મળ્યા
અમારા ભાવ દિલથી સૌં કળી શકતાં નથી
બધાની એક સરખી લાગણી ના રહે કદી
જે સરભર પ્રેમનું ભારણ ખમી શકતાં નથી
હમેશાં સત્યની સાથે જ અડકીને ઉભાં
જુઠાણાના લઈ ટેકો ઉભી શકતાં નથી
મળી મીઠાશ જ્યાથી સાચવી રાખી અમે
એ કારણથી અમે કડવાશ પી શકતા નથી
નથી ગમતી મહોતરમાં સિવાઇ બીજી કોઇ
એ ચાહતથી કદી આગળ વધી શકતાં નથી
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment