मारामांथी खुद खोवायो ने तारामां देखायो’तो Gujarati Gazal By Naresh K. Dodia

मारामांथी खुद खोवायो ने तारामां देखायो’तो Gujarati Gazal By Naresh K. Dodia
मारामांथी खुद खोवायो ने तारामां देखायो’तो Gujarati Gazal By Naresh K. Dodia
मारामांथी खुद खोवायो ने तारामां देखायो’तो
ए रीते आ चाहत केरो माळो जोने बंधायो’तो

वातो करतां करतां ज्यारे तुं ने हुं झघडी पडता’ता
बाळक जेवां नखरां करतो तारा होठे मलकायो’तो

समजण जेवुं तारामां ने मारामां क्यां शोधीशुं बोल?
वयनी मरजादोनो धारो पण जो केवो शरमायो’तो

तारे होठे ‘भूली-जाजो’ एवी वातोनो अर्थ नथी कंई
पेढी दर पेढी जाणे हुं तारो थईने पंकायो’तो

घटनाओनी चडती पडतीना चीलाओ चातरतो 
त्यारे त्यारे तारी झूल्फोमां केवो अटवायो'तो  

आंखो तारी मीचेली जोईने करतो रहेतो अपराध            
जेवी ते आंखो खोली रंगे हाथे हुं पकडायो'तो  

मारकणी तारी वातोने मादकता छलकाती होठे
तारा होठोने चाखीने मय जेवो थइ छलकायो'तो

मारी गझलोने तारी आदत केवी पडता पडी गई छे
भावी पेढी क्हेशे शायर ‘म्होतरमा’मां खोवायो’तो
- नरेश के. डॉडीया 
મારામાંથી ખુદ ખોવાયો ને તારામાં દેખાયો’તો
એ રીતે આ ચાહત કેરો માળો જોને બંધાયો’તો
 
વાતો કરતાં કરતાં જ્યારે તું ને હું ઝઘડી પડતા’તા
બાળક જેવાં નખરાં કરતો તારા હોઠે મલકાયો’તો
 
સમજણ જેવું તારામાં ને મારામાં ક્યાં શોધીશું બોલ?
વયની મરજાદોનો ધારો પણ જો કેવો શરમાયો’તો
 
તારે હોઠે ‘ભૂલી-જાજો’ એવી વાતોનો અર્થ નથી કંઈ
પેઢી દર પેઢી જાણે હું તારો થઈને પંકાયો’તો

ઘટનાઓની ચડતી પડતીના ચીલાઓ ચાતરતો 
ત્યારે ત્યારે તારી ઝૂલ્ફોમાં કેવો અટવાયો'તો  

આંખો તારી મીચેલી જોઈને કરતો રહેતો અપરાધ            
જેવી તે આંખો ખોલી રંગે હાથે હું પકડાયો'તો  
 
મારકણી તારી વાતોને માદકતા છલકાતી હોઠે
તારા હોઠોને ચાખીને મય જેવો થઇ છલકાયો'તો

મારી ગઝલોને તારી આદત કેવી પડતા પડી ગઈ છે
ભાવી પેઢી ક્હેશે શાયર ‘મ્હોતરમા’માં ખોવાયો’તો
- નરેશ કે. ડૉડીયા 
Advertisement