आम जोइए तो आ मारी आंख छे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
आम जोइए तो आ मारी आंख छे Gujarati Gazal By Naresh K. Dodia |
आम जोइए तो आ मारी आंख छे
एक रीते सुखने दुखनी रजुआत छे
हलबली जाशे गझल मारी सांभळी
प्यार जेवुं हो तो दिलने पण कान छे
साव अणधड होय तो पण समजी शके
स्पर्श साथे लागणीनो संवाद छे
हाथ छॉडे के ए छॉडी दे साथने
मनसुफी पर एकधारो क्यां दाब छे?
छे सितम एना अलग मारा प्यारमां
ए विचारोमां तडपतो उकळाट छे
साव अधवच्चे नां छोडी जाशो कदी?
दिलमां मारा प्यारनी साची राह छे
हुं हथेळीमां तने क्यां संतांडु बोल?
कायमी तकदीर साथे तकरार छे
कोइ कारण आपवानुं क्यां होय छे
ज्यांरथी जोइ छे चाहतनी प्यास छे
राह एनी जोइने थाकी जाय दिल
ज्यां समयनो एकलोतो आधात छे
कोइ गमवानुं नथी जाणे छे बधुं
एटले तो प्यारमां एनो दाब छे
आ "महोतरमा"ए करामत केवी करी
शब्दनो ए नामथी सुंदर बाग छे
-नरेश के. डॉडीया
આમ જોઇએ તો આ મારી આંખ છે
એક રીતે સુખને દુખની રજુઆત છે
હલબલી જાશે ગઝલ મારી સાંભળી
પ્યાર જેવું હો તો દિલને પણ કાન છે
સાવ અણધડ હોય તો પણ સમજી શકે
સ્પર્શ સાથે લાગણીનો સંવાદ છે
હાથ છૉડે કે એ છૉડી દે સાથને
મનસુફી પર એકધારો ક્યાં દાબ છે?
છે સિતમ એના અલગ મારા પ્યારમાં
એ વિચારોમાં તડપતો ઉકળાટ છે
સાવ અધવચ્ચે નાં છોડી જાશો કદી?
દિલમાં મારા પ્યારની સાચી રાહ છે
હું હથેળીમાં તને ક્યાં સંતાંડુ બોલ?
કાયમી તકદીર સાથે તકરાર છે
કોઇ કારણ આપવાનું ક્યાં હોય છે
જ્યાંરથી જોઇ છે ચાહતની પ્યાસ છે
રાહ એની જોઇને થાકી જાય દિલ
જ્યાં સમયનો એકલોતો આધાત છે
કોઇ ગમવાનું નથી જાણે છે બધું
એટલે તો પ્યારમાં એનો દાબ છે
આ "મહોતરમા"એ કરામત કેવી કરી
શબ્દનો એ નામથી સુંદર બાગ છે
-નરેશ કે. ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment