मथामण लाख करशो ते छता फळती नथी Gujarati Gazal By Naresh K. Dodia

मथामण लाख करशो ते छता फळती नथी Gujarati Gazal By Naresh K. Dodia
मथामण लाख करशो ते छता फळती नथी Gujarati Gazal By Naresh K. Dodia 
मथामण लाख करशो ते छता फळती नथी
आ जीवननी कलम गमती गझल लखती नथी

मसाणे देह माणसनो बळी जाशे छता
अधूरी होय ए इच्छा कदी जलती नथी

वजन लइने फरे माणस खभे इच्छा भरी
हवे तो लाश पण डूबे पछी तरती नथी

“घणुं जीवो” दुआ लोको सदा आपे छे तोय 
छतां आवी दुआथी कइ उमर वधती नथी

तमारी छे छता टकती नथी तकदीरमां
घणी ए झंखनां दिलमां कदी टकती नथी

बधाने गमता रहेवा दम कलामा जोइए
छता मारा ज गमताने गझल गमती नथी                 

जीवनने पोतिकी माळा गणी गुंथी राखजो      
उछीना श्वासथी माळा नवी बनती नथी

आ-जीवन एक माणसनी कमी खमवी पडे
ए श्वासोने अडे पण आंखने जडती नथी

तमारी मुग्धतानो स्पर्श माण्यो ते पछी      
ए घटनाओ विचारोमांथी नीकळती नथी

"महोतरमा" जीवननुं सत्य मारो प्रेम छे         
ए जाहेरात क्यां कारणथी तु करती नथी?      
- नरेश के.डॉडीया
મથામણ લાખ કરશો તે છતા ફળતી નથી
આ જીવનની કલમ ગમતી ગઝલ લખતી નથી

મસાણે દેહ માણસનો બળી જાશે છતા
અધૂરી હોય એ ઇચ્છા કદી જલતી નથી

વજન લઇને ફરે માણસ ખભે ઇચ્છા ભરી
હવે તો લાશ પણ ડૂબે પછી તરતી નથી

“ઘણું જીવો” દુઆ લોકો સદા આપે છે તોય 
છતાં આવી દુઆથી કઇ ઉમર વધતી નથી

તમારી છે છતા ટકતી નથી તકદીરમાં
ઘણી એ ઝંખનાં દિલમાં કદી ટકતી નથી

બધાને ગમતા રહેવા દમ કલામા જોઇએ
છતા મારા જ ગમતાને ગઝલ ગમતી નથી                 

જીવનને પોતિકી માળા ગણી ગુંથી રાખજો      
ઉછીના શ્વાસથી માળા નવી બનતી નથી

આ-જીવન એક માણસની કમી ખમવી પડે
એ શ્વાસોને અડે પણ આંખને જડતી નથી

તમારી મુગ્ધતાનો સ્પર્શ માણ્યો તે પછી      
એ ઘટનાઓ વિચારોમાંથી નીકળતી નથી

"મહોતરમા" જીવનનું સત્ય મારો પ્રેમ છે         
એ જાહેરાત ક્યાં કારણથી તુ કરતી નથી?      
- નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment