आववानु होय तो ए आप मेळे आवी जशे Gujarati Gazal By Naresh K. Dodia

आववानु होय तो ए आप मेळे आवी जशे Gujarati Gazal By Naresh K. Dodia
आववानु होय तो ए आप मेळे आवी जशे Gujarati Gazal By Naresh K. Dodia
आववानु होय तो ए आप मेळे आवी जशे
मानवी के दर्द गमता स्थानने गुपचावी जशे

मौन धरबी राखवानी केम आदत पाडी शकु? 
लागणीनी आड लइ शब्दो कलम सरकावी जशे

एकधारी छे..सतत एने मठारे तुं क्यां लगी
जिंदगी तो छे गझल जेवी,तने भरमावी जशे 

क्यां सुधी लखता रहेशो काव्य-गझलो कोइने काज  
अन्यनी  लोभामणी हरकत पछी ललचावी जशे       

एक धारी शब्दनी गोफण सतत क्यां फावी कदी? 
लक्ष्य तारूं ज्या हशे,त्या अन्य आवी फावी जशे

प्रश्न एनां होय छे वेधक!छता गभरातो नही
होठ ना आपी शके उत्तरो नयन वंचावी जशे   

शब्दथी नातो सदा ताजो रही शकवानो नथी       
स्पर्शनो नातो हशे तो प्रेमने म्हेकावी जशे             

जिंदगीनु जाणतल थइ आ जगतमां आव्यु नथी          
जिंदगी कोइ अजाण्या स्थळ पर रखडावी जशे                 

साव कोरीकाट पाटी जेम जीवन कोइनुं होय                          
एकडॉ मारी महोतरमां समी धूटावी जशे                  
- नरेश के.डॉडीया
આવવાનુ હોય તો એ આપ મેળે આવી જશે
માનવી કે દર્દ ગમતા સ્થાનને ગુપચાવી જશે

મૌન ધરબી રાખવાની કેમ આદત પાડી શકુ? 
લાગણીની આડ લઇ શબ્દો કલમ સરકાવી જશે

એકધારી છે..સતત એને મઠારે તું ક્યાં લગી
જિંદગી તો છે ગઝલ જેવી,તને ભરમાવી જશે 

ક્યાં સુધી લખતા રહેશો કાવ્ય-ગઝલો કોઇને કાજ  
અન્યની  લોભામણી હરકત પછી લલચાવી જશે       

એક ધારી શબ્દની ગોફણ સતત ક્યાં ફાવી કદી? 
લક્ષ્ય તારૂં જ્યા હશે,ત્યા અન્ય આવી ફાવી જશે

પ્રશ્ન એનાં હોય છે વેધક!છતા ગભરાતો નહી
હોઠ ના આપી શકે ઉત્તરો નયન વંચાવી જશે   

શબ્દથી નાતો સદા તાજો રહી શકવાનો નથી       
સ્પર્શનો નાતો હશે તો પ્રેમને મ્હેકાવી જશે             

જિંદગીનુ જાણતલ થઇ આ જગતમાં આવ્યુ નથી          
જિંદગી કોઇ અજાણ્યા સ્થળ પર રખડાવી જશે                 

સાવ કોરીકાટ પાટી જેમ જીવન કોઇનું હોય                          
એકડૉ મારી મહોતરમાં સમી ધૂટાવી જશે                  
- નરેશ કે.ડૉડીયા
Advertisement