मुठभेड जेवुं थयुं छे लागणीने Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
मुठभेड जेवुं थयुं छे लागणीने Gujarati Gazal By Naresh K. Dodia |
मुठभेड जेवुं थयुं छे लागणीने
सामे मूकी एमने ज्यां मांगणीने
दिलथी भले आवकारो मानवीने
तोये धणा पग मूके छे साचवीने
वरसो पछी ए मळी तो एम लाग्युं
जाणे के दरियो मळ्यो छे ज्हानवीने*
अफसोस करशो नही ठोकरनो क्यारेय
ए राह पर चालवानुं तारवीने
जीवनमा छे पण नजर सामे नथी ए
जीवी जवानुं छे उभरां ठालवीने
लत होय छे लागणीने चोटवानी
अंतर अहीं राखवानुं जाळवीने
एवुं छे मारी “महोतरमानुं” वळगण
पंकित मळी कोइ गमती आ कविने
-नरेश के.डॉडीया
મુઠભેડ જેવું થયું છે લાગણીને
સામે મૂકી એમને જ્યાં માંગણીને
દિલથી ભલે આવકારો માનવીને
તોયે ધણા પગ મૂકે છે સાચવીને
વરસો પછી એ મળી તો એમ લાગ્યું
જાણે કે દરિયો મળ્યો છે જ્હાનવીને*
અફસોસ કરશો નહી ઠોકરનો ક્યારેય
એ રાહ પર ચાલવાનું તારવીને
જીવનમા છે પણ નજર સામે નથી એ
જીવી જવાનું છે ઉભરાં ઠાલવીને
લત હોય છે લાગણીને ચોટવાની
અંતર અહીં રાખવાનું જાળવીને
એવું છે મારી “મહોતરમાનું” વળગણ
પંકિત મળી કોઇ ગમતી આ કવિને
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment