Some Quote By Osho Rajneesh...- आचार्य रजनीश

Some Quote By Osho Rajneesh...- आचार्य रजनीश
Some Quote By Osho Rajneesh...- आचार्य रजनीश
तवारीख के पन्नो से Post No. 36 
- Some Quote By Osho Rajneesh...
- वास्तविक प्रेमी अंत तक प्रेम करते हैं। अंतिम दिन वे इतनी गहराई से प्रेम करते हैं जितना उन्होंने प्रथम दिन किया होता है; उनका प्रेम कोई उत्तेजना नहीं होता। उत्तेजना तो वासना होती है। ज्वरग्रस्त नहीं रह सकते। तुम्हें स्थिर और सामान्य होना होता है। वास्तविक प्रेम किसी बुखार की तरह नहीं होता यह तो श्वास जैसा है जो निरंतर चलता रहता है। प्रेम ही हो जाओ। जब आलिंगन में हो तो आलिंगन हो.चुंबन हो जाओ। अपने को इस पूरी तरह भूल जाओ कि तुम कह सको कि मैं अब नहीं हूँ, केवल प्रेम है। तब हृदय नहीं धड़कता है, प्रेम ही धड़कता है। तब खून नहीं दौड़ता है, प्रेम ही दौड़ता है। तब आँखें नहीं देखती हैं.

- સ્ત્રી અલમુસ્તુફાને પુંછે છે," અમોને પીડા અંગે જણાવશો"
અલમુસ્તુફા કહે છે;"તારી પીડા તારી સમજને કેદમાં રાખનાર કોચલાને તોડવાની પીડા છે."

આ અંત્યંત ફાલતું વિધાન છે.એટલું ઉપર છલ્લું કે મને ખલિલ જિબ્રાન માટે શરમ આવે છે.કોઇ જડ વ્યકિત જ આવું ફાલતું વિધાન કરી શકે.

પુરુષે સ્ત્રીને શિક્ષણ,નાણાકિય સ્વતંત્રતાથી વંચિત રાખી છે.તેને સામાજિક ગતિવિધિઓથી દૂર રાખી છે.કારણ કે તે ડરે છે,પુરુષ જાણે છે કે સ્ત્રી સુંદર છે,ચડિયાતી છે,તે જાણે છે કે સ્ત્રીને સ્વતંત્રતા આપવાથી ખતરો ઉભો થશે.આથી સદીઓથી પર્યન્ત સ્ત્રીઓ માટે કોઇ સ્વતંત્રતા નહોતી.મુસ્લિમ સ્ત્રીઓને પણ તેનો ચહેરો ઢાકવાં બુરખો પહેરવો પડે છે.કારણકે પતિ સિવાય તેના ચહેરાનાં,તેની આંખોની ગહનતાને પામી ના શકે.

- "પેલી સ્ત્રી ખતરનાક છે",એવું કઇ સત્તાની રૂએ ખ્રિસ્તી ધર્મ સ્ત્રીઓને સળગાવી નાંખતાં હતાં?પોપની અદાલતમાં એક માત્ર સજા જીવતી સળગાવી મુકવાની હતી.જેથી બીજી કોઇ સ્ત્રી ડાકણ બનવાની હિંમત ના કરે.તેમણે હજારો સ્ત્રીઓને ખત્તમ કરી નાંખી અને માનવજાતનાં અર્થવાન હિસ્સાને ખત્તમ કરી નાંખ્યો,અને જે સ્ત્રીઓ જ્ઞાન ધરાવતી હતી-તેમનાં પુસ્તકો,પુરુષને બદલવાની સ્ત્રીઓની આવડતો અને પુરુષને શકિતથી ઉજાગર કરવાની પધ્ધતિઓનો ખ્રિસ્તીઓએ ખત્તમ કરી નાંખ્યો,નાશ કરી નાંખ્યો.

સૌ પ્રથમ એ સ્પષ્ટ થઇ જાય કે ખ્રિસ્તી ધર્મે "ડાકણ" શબ્દને વખોડી નાખ્યો છે.નહી તો એ સમયે આદરપારે હતો,"રહસ્યવાદી" શાણા પુરુષની જેમ. 

એવું વિચારશો નહિ કે "ડાકણ" શબ્દ ખરાબ છે.તે પોપ કરતા વધું આદરણિય છે.કારણકે મને પોપ શાણો પુરુષ કહી શકાય એવું લાગતું નથી.તેઓ કેવળ પોપટ જેવાં છે.એનાંથી વિશેષ કશું નહી.

- હિંદુ ધર્મમાં પણ પતિ મૃત્યું પામે ત્યારે સ્ત્રીઓને મરવું પડતું હતું.કેટલી મોટી ઇર્ષા!તમે તમારી આખી જિંદગી તેના પર સ્વામીત્વ ભોગવ્યું અને મૃત્યું બાદ પણ તેના પરનું સ્વામીત્વ ધરાવવાં માંગો છો!તમે ડરો છો કે તે સુંદર છે,અને તમારા ગયાં પછી કોને ખબર,તેને બીજો સાથી મળી રહેશે,જે કદાચ તમારા કરતાં પણ સારો હોય શકે છે.બસ આ જ કારણસર સતીપ્રથા જેવો અંત્યંત બિભત્સ રિવાજ હજારો વર્ષો સુધી ચાલ્યો

- મનુષ્યને અને સભ્ય મનુષ્યને બાદ કરતાં સજાતિય સંબધ ક્યાંય છે?જંગલમાં રહેતા આદિવાસીઓને તો કલ્પના પણ નથી કે સજાતિય કામ હોઇ શકે છે.પુરુષ પુરુષ સાથે સભોગ કરે એવું હોતું હશે?એ કલ્પના બહાર છે.

- હે સ્ત્રીઓ..કેવળ એક ચીજમાં તમે પુરુષ સમોવડી નહીં બની શકો..અને મહેરબાની કરી એ ક્ષેત્રમાં તેના સમકક્ષ બનવાની કોશીશ ના કરશો-તે છે સ્નાયુશકિત.પુરુષને જેટલી વધું માત્રામાં ચડિયાતું થવું હોય તેટલા થવાં દો.કારણકે સ્ત્રી જો જિમ્નેશિયમમાં જવાનું અને સ્નાયુબધ્ધ શરીર બનાવવાનું શરૂ કરશે તો તે માણસ જાતનો અત્યંત ખરાબ દિવસ હશે…મને જો હજારો સ્નાયુબધ્ધ સ્ત્રીઓ નજરે ચડશે ત્યારે કેવળ મારે આંખો બંધ કરવી પડશે અને હું ફરી નહીં આવું.

- ચિત્રકલા,મૃતિકલા,ફિલ્મ,અશ્લિલ સાહિત્ય દરેક ચીજ સ્તનોમુખ હોય એવું લાગે છે..અને સ્ત્રીઓ પણ તેમના સ્તનૉ છુપાવવાની અને દેખાડવાની ચેષ્ટા કરે છે.બાકી તો બ્રા એ મુઢતા છે.એ ક તરકીબ છે.એક સાથે છુપાવતા રહેવાની અને બતાવવાની તરકીબ છે.

- મે કલિઓપેટ્રાની વાર્તા સાંભળી છે.તે વિશ્વની સુંદરતમ સ્ત્રી હતી.જ્યારે તે મૃત્યુ પામી ત્યારે પ્રાચિન ઇજિપ્સિયન ક્રિયાકાંડ અનુસાર ત્રણ દિવસ સુધી દફનાવવામાં આવી નહોતી.આ ત્રણ દિવસ દરમિયાન તેના મૃતદેહ ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યા,જ્યારે મેં આ સૌપ્રથમ જાણ્યું ત્યારે મને અચરજ થયું કે તેની ઉપર બળાત્કાર કરનારાં કેવા અધમ(નીચ)હશે?પરંતુ મને લાગ્યું કે કદાચ આ નવિન ઘટના નથી,પુરુષોએ સ્ત્રીઓને મડદા જેવી બનાવી દીધી છે.કમસે કમ જ્યારે તેઓ રતિક્રિડા કરે છે.

- નગ્ન છબીઓ દિવાલ પર ના ચોડાય એવું આપણે કહીએ છીએ પણ કદી આપણે પુંછતાં નથી કે નગ્ન છબી જોવાં કોણ આવે છે.એ લોકો જ જોવાં આવે છે,જે લોકો સ્ત્રીનાં શરીરને જોવાથી વંચિત રહી ગયાં છે,તેનાંમાં જ્ગુપ્સા જાગે છે કે કેવું હશે સ્ત્રીનું શરીર!
- આચાર્ય રજનીશ
Advertisement