Some Quote from पवित्र ग्रंथ कुर्रान

Some Quote from  कुर्रान
Some Quote from पवित्र ग्रंथ कुर्रान 
तवारीख के पन्नो से Post No - 48
महमद साहेब पहेला आरब मुस्लिमोमां स्त्रीओने कोइ पण प्रकारनां अधिकार ना हतां.माबापनी मिलकतमां एनो हिस्सो ना हतो.ए पछी महमद साहेबे कुरानमां आज्ञा आपी छे.(२-२२८)जे रीते पुरुषोनो अधिकार स्त्री पर छे ते ज रीते स्त्रीनो अधिकार पुरुष पर छे.(२-१८७)

कुरानमां लख्यु छे के "स्त्रीधन उपर पुरुषनो कोइ अधिकार नथी"(२-२२९)

मिलकत बाबते कुरानमां आदेश छे के,"माबाप के नजीकनां कोइ सगामां जे कंइ मिलकत मूकी जाय एमां वारसदारो पैकी जेटलो हिस्सो पुरुषोने मळे एटलो ज हिस्सो स्त्रीने मळवो जोइए (४-७)

ए सिवाइ कुरानमां आदेश छे के,"पोतानी परिणीत स्त्री सिवाइ बीजी कोइ स्त्री साथे,भले ते एनी गुलामडी होय(ए समये गुलाम राखवानी प्रथा हती).आ स्त्री साथे संबंधने कुरानमां पाबंधी छे अने एने पाप गणाव्यु छे.(४-२५)

छुटाछेडा अने झघडा बाबते कुरानमां आदेश छे के,"एक पंच पति तरफथी अने एक पंच पत्नी तरफथी एम बे पंचो आपसमां सुलेह करावी दे.कारणे अल्लाह संपनो सहायक छे.(४-३५).बीजो आदेश छे,"संप करवो ए ज उत्तम चीज छे.(४-२८).आम करवा छतां पण जो मेळ ना पडे तो विशिष्ट संजोगोमां अने कडक शरतोथी छुटाछेडानी छूट कुरान आपे छे,पण गर्भवती स्त्रीथी तल्लाकनी मनाइ फरमावी छे.(६५-४).छुटी थयेली स्त्रीनां भरण पोषणनी जवाबदारी पुरुष पर रहेशे(२-२४१).

कुरान फरमावे छे के,"पुरुषनो धर्म छे के स्त्री प्रत्ये न्यायनुं अने सदभावनुं   वर्तन राखे अने न मेळ खाइ तो ज प्रेमपूर्वक निखालस दिले बंन्ने छुटा थाय.(२-२३१).सामे स्त्रीने पण छुटा थवानो पुरुष जेटलो ज अधिकार आपवामां आव्यो छे.

अबुदाउद लखे छे के,"जेटली वातोनी परवानगी मनुष्यने कुरानमां आपवामां आवी छे.तेमांथी वधारेमां वधारे घृणास्पद वस्तुं तल्लाकनी छे.

विधवा के विधुर विवाहनी पण कुरानमां छुट आपवामां आवी छे..कोइ पण एक व्यकितनुं मरण थाय तो अन्य लग्न करवानी छुट आपी छे.(२-२३४)
- नरेश के. डॉडीया
तवारीख के पन्नो से Post No - 48
મહમદ સાહેબ પહેલા આરબ મુસ્લિમોમાં સ્ત્રીઓને કોઇ પણ પ્રકારનાં અધિકાર ના હતાં.માબાપની મિલકતમાં એનો હિસ્સો ના હતો.એ પછી મહમદ સાહેબે કુરાનમાં આજ્ઞા આપી છે.(૨-૨૨૮)જે રીતે પુરુષોનો અધિકાર સ્ત્રી પર છે તે જ રીતે સ્ત્રીનો અધિકાર પુરુષ પર છે.(૨-૧૮૭)

કુરાનમાં લખ્યુ છે કે "સ્ત્રીધન ઉપર પુરુષનો કોઇ અધિકાર નથી"(૨-૨૨૯)

મિલકત બાબતે કુરાનમાં આદેશ છે કે,"માબાપ કે નજીકનાં કોઇ સગામાં જે કંઇ મિલકત મૂકી જાય એમાં વારસદારો પૈકી જેટલો હિસ્સો પુરુષોને મળે એટલો જ હિસ્સો સ્ત્રીને મળવો જોઇએ (૪-૭)

એ સિવાઇ કુરાનમાં આદેશ છે કે,"પોતાની પરિણીત સ્ત્રી સિવાઇ બીજી કોઇ સ્ત્રી સાથે,ભલે તે એની ગુલામડી હોય(એ સમયે ગુલામ રાખવાની પ્રથા હતી).આ સ્ત્રી સાથે સંબંધને કુરાનમાં પાબંધી છે અને એને પાપ ગણાવ્યુ છે.(૪-૨૫)

છુટાછેડા અને ઝઘડા બાબતે કુરાનમાં આદેશ છે કે,"એક પંચ પતિ તરફથી અને એક પંચ પત્ની તરફથી એમ બે પંચો આપસમાં સુલેહ કરાવી દે.કારણે અલ્લાહ સંપનો સહાયક છે.(૪-૩૫).બીજો આદેશ છે,"સંપ કરવો એ જ ઉત્તમ ચીજ છે.(૪-૨૮).આમ કરવા છતાં પણ જો મેળ ના પડે તો વિશિષ્ટ સંજોગોમાં અને કડક શરતોથી છુટાછેડાની છૂટ કુરાન આપે છે,પણ ગર્ભવતી સ્ત્રીથી તલ્લાકની મનાઇ ફરમાવી છે.(૬૫-૪).છુટી થયેલી સ્ત્રીનાં ભરણ પોષણની જવાબદારી પુરુષ પર રહેશે(૨-૨૪૧).

કુરાન ફરમાવે છે કે,"પુરુષનો ધર્મ છે કે સ્ત્રી પ્રત્યે ન્યાયનું અને સદભાવનું   વર્તન રાખે અને ન મેળ ખાઇ તો જ પ્રેમપૂર્વક નિખાલસ દિલે બંન્ને છુટા થાય.(૨-૨૩૧).સામે સ્ત્રીને પણ છુટા થવાનો પુરુષ જેટલો જ અધિકાર આપવામાં આવ્યો છે.

અબુદાઉદ લખે છે કે,"જેટલી વાતોની પરવાનગી મનુષ્યને કુરાનમાં આપવામાં આવી છે.તેમાંથી વધારેમાં વધારે ઘૃણાસ્પદ વસ્તું તલ્લાકની છે.

વિધવા કે વિધુર વિવાહની પણ કુરાનમાં છુટ આપવામાં આવી છે..કોઇ પણ એક વ્યકિતનું મરણ થાય તો અન્ય લગ્ન કરવાની છુટ આપી છે.(૨-૨૩૪)
- નરેશ કે. ડૉડીયા
Advertisement