आंख खाली छे छतां अंदर कशुं भींजाय छे Gujarati Gazal By Naresh K. Dodia

आंख खाली छे छतां अंदर कशुं भींजाय छे Gujarati Gazal By Naresh K. Dodia
आंख खाली छे छतां अंदर कशुं भींजाय छे Gujarati Gazal By Naresh K. Dodia    
आंख खाली छे छतां अंदर कशुं भींजाय छे     
व्रज सम छाती छे पण अंदर सुधी वींधाय छे         

काकलुदी रोज करवाथी कशुं वळशे नही       
होय किस्मतमां जे ए सामेथी आवी जाय छे   

टेरवे इश्वर बिराजे छे मने लागे कदी      
शब्द द्रारा काव्य जेवुं तो ज सर्जन थाय छे

मृगजळनी जेवुं आभासी मने लाग्यु हतुं        
"चाहु छुं हुं" शब्द ज्यारे कानमां अथडाय छे                   

एक बे अश्रुओ जोई वातमां नां आवशो 
दर्द साचुं होय त्यारे एम क्यां रोवाय छे?                

स्मित आपी आपणा होवानो ए अभिनय करे      
आपणी बदबोइ करतां जे जण हरखाय छे        

आ ह्रदय केवुं फसावी दे छे मायाजाळमां          
प्रेमना नामे ए मांगण जेवुं थइ वर्ताय छे                    

ए महोतरमानी चाहतनी बलीहारी गणॉ     
एक शायर एमना नामे अही वखणाय छे        
- नरेश के. डॉडीया 
આંખ ખાલી છે છતાં અંદર કશું ભીંજાય છે     
વ્રજ સમ છાતી છે પણ અંદર સુધી વીંધાય છે         

કાકલુદી રોજ કરવાથી કશું વળશે નહી       
હોય કિસ્મતમાં જે એ સામેથી આવી જાય છે   

ટેરવે ઇશ્વર બિરાજે છે મને લાગે કદી      
શબ્દ દ્રારા કાવ્ય જેવું તો જ સર્જન થાય છે

મૃગજળની જેવું આભાસી મને લાગ્યુ હતું        
"ચાહુ છું હું" શબ્દ જ્યારે કાનમાં અથડાય છે                   

એક બે અશ્રુઓ જોઈ વાતમાં નાં આવશો 
દર્દ સાચું હોય ત્યારે એમ ક્યાં રોવાય છે?                

સ્મિત આપી આપણા હોવાનો એ અભિનય કરે      
આપણી બદબોઇ કરતાં જે જણ હરખાય છે        

આ હ્રદય કેવું ફસાવી દે છે માયાજાળમાં          
પ્રેમના નામે એ માંગણ જેવું થઇ વર્તાય છે                    

એ મહોતરમાની ચાહતની બલીહારી ગણૉ     
એક શાયર એમના નામે અહી વખણાય છે        
- નરેશ કે. ડૉડીયા 
Advertisement

No comments:

Post a Comment