पराणे कोइनां व्हाला बनी शक्यां नही Gujarati gazal By Naresh K. Dodia
![]() |
पराणे कोइनां व्हाला बनी शक्यां नही Gujarati gazal By Naresh K. Dodia |
पराणे कोइनां व्हाला बनी शक्यां नही
वचन ठाला दईने छेतरी शक्या नही
नदीना जळ जे दरियामां भळी शक्यां नही
जीवनभर ए दूरीनां रण वटी शक्यां नही
अमे जेवा हता एवा ज शब्दमां मळ्या
अमारा भाव दिलथी सौं कळी शक्यां नही
बधानी एक सरखी लागणी ना रहे कदी
जे सरभर प्रेमनुं भारण खमी शक्यां नही
नरी आंखे बनावट पारखी शको तमे
जीवे छे एवुं काव्योमां लखी शक्यां नही
हमेशां सत्यनी पासे रह्यां हतां अमे
जुठाणाना लई टेको उभी शक्या नही
मळी मीठाश ज्याथी साचवी छे प्रेमथी
ए कारणथी अमे कडवाश पी शक्यां नही
नथी गमती महोतरमां सिवाइ अन्य कोइ
ए चाहतथी कदी आगळ वधी शक्यां नही
-नरेश के.डॉडीया
પરાણે કોઇનાં વ્હાલા બની શક્યાં નહી
વચન ઠાલા દઈને છેતરી શક્યા નહી
નદીના જળ જે દરિયામાં ભળી શક્યાં નહી
જીવનભર એ દૂરીનાં રણ વટી શક્યાં નહી
અમે જેવા હતા એવા જ શબ્દમાં મળ્યા
અમારા ભાવ દિલથી સૌં કળી શક્યાં નહી
બધાની એક સરખી લાગણી ના રહે કદી
જે સરભર પ્રેમનું ભારણ ખમી શક્યાં નહી
નરી આંખે બનાવટ પારખી શકો તમે
જીવે છે એવું કાવ્યોમાં લખી શક્યાં નહી
હમેશાં સત્યની પાસે રહ્યાં હતાં અમે
જુઠાણાના લઈ ટેકો ઉભી શક્યા નહી
મળી મીઠાશ જ્યાથી સાચવી છે પ્રેમથી
એ કારણથી અમે કડવાશ પી શક્યાં નહી
નથી ગમતી મહોતરમાં સિવાઇ અન્ય કોઇ
એ ચાહતથી કદી આગળ વધી શક્યાં નહી
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment