एटली कडवाश जीवनमां पीवानी होय छे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
एटली कडवाश जीवनमां पीवानी होय छे Gujarati Gazal By Naresh K. Dodia |
एटली कडवाश जीवनमां पीवानी होय छे
जेटली खप धीनी जलतां दीवडानी होय छे
आंख मांडी वात करतां शीखवानी होय छे
जात माणसनी आ रीते मापवानी होय छे
ध्यान एनुं रोज धरशो ते छता मळतो नथी
धारणा इश्वर छे ए बस धारवानी होय छे
छेडखानी शब्दनी शब्दोथी करशे साक्षरो
छंदना नामे फजेती पण थवानी होय छे
प्रीतने जाहेर थातां शब्द रोके छे अहीं
दाद चाहीती मनोमन माणवानी होय छे
आ स्मरणनी जेलनो केदी बन्यो छुं प्रेममां
शेष जीवननी पळॉ त्यां गाळवानी होय छे
ए सहजभावे घणुं कही जाय छे,समजी जजो
जिंदगीने काव्य जाणी वांचवानी होय छे
कोइ भवमां आ दशा मारी सुधरशे तो खरी?
बस जुगारी जेम आशां राखवानी होय छे
आ “महोतरमानी” चाहतमां बन्यो शायर पछी
राह एनी जिंदगीभर ताकवानी होय छे
– नरेश के. डॉडीया
એટલી કડવાશ જીવનમાં પીવાની હોય છે
જેટલી ખપ ધીની જલતાં દીવડાની હોય છે
આંખ માંડી વાત કરતાં શીખવાની હોય છે
જાત માણસની આ રીતે માપવાની હોય છે
ધ્યાન એનું રોજ ધરશો તે છતા મળતો નથી
ધારણા ઇશ્વર છે એ બસ ધારવાની હોય છે
છેડખાની શબ્દની શબ્દોથી કરશે સાક્ષરો
છંદના નામે ફજેતી પણ થવાની હોય છે
પ્રીતને જાહેર થાતાં શબ્દ રોકે છે અહીં
દાદ ચાહીતી મનોમન માણવાની હોય છે
આ સ્મરણની જેલનો કેદી બન્યો છું પ્રેમમાં
શેષ જીવનની પળૉ ત્યાં ગાળવાની હોય છે
એ સહજભાવે ઘણું કહી જાય છે,સમજી જજો
જિંદગીને કાવ્ય જાણી વાંચવાની હોય છે
કોઇ ભવમાં આ દશા મારી સુધરશે તો ખરી?
બસ જુગારી જેમ આશાં રાખવાની હોય છે
આ “મહોતરમાની” ચાહતમાં બન્યો શાયર પછી
રાહ એની જિંદગીભર તાકવાની હોય છે
– નરેશ કે. ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment