सुगंधी ख्याल थइने आपणे भळतां रहेवानां Gujarati Gazal By Naresh K. Dodia

सुगंधी ख्याल थइने आपणे भळतां रहेवानां Gujarati Gazal By Naresh K. Dodia
सुगंधी ख्याल थइने आपणे भळतां रहेवानां Gujarati Gazal By Naresh K. Dodia
सुगंधी ख्याल थइने आपणे भळतां रहेवानां
नथी सन्मुख तेथी दूरीमां तरफडतां रहेवानां                
    
कदी कुदरत नहीं आपे फूलोने डंख कांटानो
जगतमां प्रेमनां पुष्पो सदा उगता रहेवाना

कदी डूबे नही नौका उठे तोफान सागरमां
तमारी आंखनां तोफानमां डुबतां रहेवानां

फूलो जेवी नरम भाषा नही बोलो बधा साथे
रूपाळा फूल पण झखमो कदी धरता रहेवाना

नथी आसान दुनियामां सरळतांथी कवन लखवुं
मळेला घाव पर शब्दोने चोपडतां रहेवानां

भले उजवे वसंतोने अही उत्सव बनावीने
तमारा प्रेमने अवसर गणी हसता रहेवानां

जे कइ मळतुं हतुं संतोष मानीने जीव्या छीए
सुफी अंदाजमां तमने सनम भजतां रहेवानां

सरस मोका सरी जाता अमे जोया सगी आंखे
समयनो लाभ ना ले ए बधां रडतां रहेवाना

कदरदानी तमारी कायमी करशुं “महोतरमां”
तमारा नामनां काव्यो लखी गमतां रहेवानां      
– नरेश के. डॉडीया


સુગંધી ખ્યાલ થઇને આપણે ભળતાં રહેવાનાં
નથી સન્મુખ તેથી દૂરીમાં તરફડતાં રહેવાનાં                
    
કદી કુદરત નહીં આપે ફૂલોને ડંખ કાંટાનો
જગતમાં પ્રેમનાં પુષ્પો સદા ઉગતા રહેવાના

કદી ડૂબે નહી નૌકા ઉઠે તોફાન સાગરમાં
તમારી આંખનાં તોફાનમાં ડુબતાં રહેવાનાં

ફૂલો જેવી નરમ ભાષા નહી બોલો બધા સાથે
રૂપાળા ફૂલ પણ ઝખમો કદી ધરતા રહેવાના

નથી આસાન દુનિયામાં સરળતાંથી કવન લખવું
મળેલા ઘાવ પર શબ્દોને ચોપડતાં રહેવાનાં

ભલે ઉજવે વસંતોને અહી ઉત્સવ બનાવીને
તમારા પ્રેમને અવસર ગણી હસતા રહેવાનાં

જે કઇ મળતું હતું સંતોષ માનીને જીવ્યા છીએ
સુફી અંદાજમાં તમને સનમ ભજતાં રહેવાનાં

સરસ મોકા સરી જાતા અમે જોયા સગી આંખે
સમયનો લાભ ના લે એ બધાં રડતાં રહેવાના

કદરદાની તમારી કાયમી કરશું “મહોતરમાં”
તમારા નામનાં કાવ્યો લખી ગમતાં રહેવાનાં      
– નરેશ કે. ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment