दर्दने ठोकर लगावी जीवी गया Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
दर्दने ठोकर लगावी जीवी गया Gujarati Gazal By Naresh K. Dodia |
दर्दने ठोकर लगावी जीवी गया
दास खूशीने बनावी जीवी गया
झेर तो हसता ने रमता पीता हतां
स्मितने मारण गणावी जीवी गया
साव खालीखम हतुं दिल भीतर लगी
गाम शब्दोनुं वसावी जीवी गया
एक मानूनी अहम लइ फरती हती
प्रेमथी एने नमावी जीवी गयां
जे वसावी ना शके दिलमा कोइने
आंखथी एने हटावी जीवी गया
जीर्ण हालतमा ह्रदय लइ फरता'ता जे
दिलमां एनां फूल वावी जीवी गया
एमने मारी उदासी गमती नही
स्मित होठो पर सजावी जीवी गयां
जे गुमानी रूपनी लइ फरता हतां
शब्दना ताले नचावी जीवी गया
ए "महोतरमाने" चाही ए रीतथी
दिलमा देवीने वसावी जीवी गया
-नरेश के.डॉडीया
દર્દને ઠોકર લગાવી જીવી ગયા
દાસ ખૂશીને બનાવી જીવી ગયા
ઝેર તો હસતા ને રમતા પીતા હતાં
સ્મિતને મારણ ગણાવી જીવી ગયા
સાવ ખાલીખમ હતું દિલ ભીતર લગી
ગામ શબ્દોનું વસાવી જીવી ગયા
એક માનૂની અહમ લઇ ફરતી હતી
પ્રેમથી એને નમાવી જીવી ગયાં
જે વસાવી ના શકે દિલમા કોઇને
આંખથી એને હટાવી જીવી ગયા
જીર્ણ હાલતમા હ્રદય લઇ ફરતા'તા જે
દિલમાં એનાં ફૂલ વાવી જીવી ગયા
એમને મારી ઉદાસી ગમતી નહી
સ્મિત હોઠો પર સજાવી જીવી ગયાં
જે ગુમાની રૂપની લઇ ફરતા હતાં
શબ્દના તાલે નચાવી જીવી ગયા
એ "મહોતરમાને" ચાહી એ રીતથી
દિલમા દેવીને વસાવી જીવી ગયા
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment