द्रश्यनी भरमार मारी आंखमां लागी पडी छे Gujarati Gazal By Naresh K. Dodia

द्रश्यनी भरमार मारी आंखमां लागी पडी छे Gujarati Gazal By Naresh K. Dodia
द्रश्यनी भरमार मारी आंखमां लागी पडी छे Gujarati Gazal By Naresh K. Dodia
द्रश्यनी भरमार मारी आंखमां लागी पडी छे
कोइनी साथे वितावेली पळॉ सामे मळी छे

सांज मारी एक पण खाली जती न्होती ए वखते
आज एकलतानी आंधी चोतरफथी त्राटकी छे

कोइ आवी जिंदगीनी अध-वचाळे राह बदले
जिंदगीने श्वासनी आधार-शीला तुं बनी छे

साद पाडूं एटली आ दूरतानो कोइ मतलब?
श्वासथी लइने नशोमां मात्र तारी हाजरी छे

थोर कांटाळॉ हुं ने तुं खीलता पुष्पोनी वाडी
कायमी तारा रखोपां करती मारी लागणी छे

आवजा अमथी बधानी होय छे मारा जीवनमां
एक माइल स्टॉन जेवी पापणॉमां तुं उभी छे

एक तारा नामनो परचम अही केवो छे तुं जो     
मे"महोतरमां" लख्युं मारी गझल सौने गमी छे             
-नरेश के.डॉडीया
દ્રશ્યની ભરમાર મારી આંખમાં લાગી પડી છે
કોઇની સાથે વિતાવેલી પળૉ સામે મળી છે

સાંજ મારી એક પણ ખાલી જતી ન્હોતી એ વખતે
આજ એકલતાની આંધી ચોતરફથી ત્રાટકી છે

કોઇ આવી જિંદગીની અધ-વચાળે રાહ બદલે
જિંદગીને શ્વાસની આધાર-શીલા તું બની છે

સાદ પાડૂં એટલી આ દૂરતાનો કોઇ મતલબ?
શ્વાસથી લઇને નશોમાં માત્ર તારી હાજરી છે

થોર કાંટાળૉ હું ને તું ખીલતા પુષ્પોની વાડી
કાયમી તારા રખોપાં કરતી મારી લાગણી છે

આવજા અમથી બધાની હોય છે મારા જીવનમાં
એક માઇલ સ્ટૉન જેવી પાપણૉમાં તું ઉભી છે

એક તારા નામનો પરચમ અહી કેવો છે તું જો     
મે"મહોતરમાં" લખ્યું મારી ગઝલ સૌને ગમી છે             
-નરેશ કે.ડૉડીયા
Advertisement