ज्यारे जरूरत होय त्यारे सहायतां आवे नही Gujarati Gazal By Naresh K. Dodia

ज्यारे जरूरत होय त्यारे सहायतां आवे नही Gujarati Gazal By Naresh K. Dodia
ज्यारे जरूरत होय त्यारे सहायतां आवे नही Gujarati Gazal By Naresh K. Dodia
ज्यारे जरूरत होय त्यारे सहायतां आवे नही
एवी घडीए श्वासने कहेजो कदी हांफे नही

फूटी जवानुं एमनुं नक्की ज छे तो पण उडे
क्यारेय परपोटानी ऊडानो गगन आंबे नही

आखा नगरमां एक आटॉ दइने जोई लो तमे
माणसनी वच्चे माणसाई क्याय देखाशे नही

पंखीनो माळॉ डाळ पर जोई मने लाग्युं हतुं
भगवान जेने साचवे एने नीचे पाडे नही

एनी हकुंमत श्वासथी आगळ कदी वधशे नही
यमराज आवे तोय आथी कइ वधुं मांगे नही

इच्छाओने आव्या छे धोळा वाळ ए रंगो नही
एनी सफेदी जोईने त्यां मांगुं कइ नाखे नही

ए कांकरीचाळॉ कर्यां करशे अने हसती जशे
मस्ती भरेली आंख वधती वय कदी साखे नही

सोबत मजानी सौ अहीं झंखे छतां मळती नथी
हुं मावजत आपी शकुं एवी बधां आपे नही

मारी “महोतरमा” हवे तो हद करी नाखी छे तें
मारी हकीकत आंख मांडी तुं कदी वांचे नही
– नरेश के. डॉडीया
જ્યારે જરૂરત હોય ત્યારે સહાયતાં આવે નહી
એવી ઘડીએ શ્વાસને કહેજો કદી હાંફે નહી

ફૂટી જવાનું એમનું નક્કી જ છે તો પણ ઉડે
ક્યારેય પરપોટાની ઊડાનો ગગન આંબે નહી

આખા નગરમાં એક આટૉ દઇને જોઈ લો તમે
માણસની વચ્ચે માણસાઈ ક્યાય દેખાશે નહી

પંખીનો માળૉ ડાળ પર જોઈ મને લાગ્યું હતું
ભગવાન જેને સાચવે એને નીચે પાડે નહી

એની હકુંમત શ્વાસથી આગળ કદી વધશે નહી
યમરાજ આવે તોય આથી કઇ વધું માંગે નહી

ઇચ્છાઓને આવ્યા છે ધોળા વાળ એ રંગો નહી
એની સફેદી જોઈને ત્યાં માંગું કઇ નાખે નહી

એ કાંકરીચાળૉ કર્યાં કરશે અને હસતી જશે
મસ્તી ભરેલી આંખ વધતી વય કદી સાખે નહી

સોબત મજાની સૌ અહીં ઝંખે છતાં મળતી નથી
હું માવજત આપી શકું એવી બધાં આપે નહી

મારી “મહોતરમા” હવે તો હદ કરી નાખી છે તેં
મારી હકીકત આંખ માંડી તું કદી વાંચે નહી
– નરેશ કે. ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment