तुं दूर होय तो मारी आंखथी केम रे सहेवाय Gujarati Kavita By Naresh K. Dodia

तुं दूर होय तो मारी आंखथी केम रे सहेवाय Gujarati Kavita By Naresh K. Dodia
तुं दूर होय तो मारी आंखथी केम रे सहेवाय Gujarati Kavita By Naresh K. Dodia
तुं दूर होय तो मारी आंखथी केम रे सहेवाय
विरहनी वेदना पछी शब्द थै कागळमा रेलाय

कोरी धाकोर ओशीकानी
खोरने पुंछ मारा सायबा
कहेशे के मुशळधार आंख वरसे
एने चोमासुं कहेवाय

जीवतर केम वितावीये
तुं ने हुं नोखा मलकमां रहीने
तुं ज बोल,तारी छबीने सहारे
आखुं जीवतर थोडुं जीवाय?

केटला ज्नमारानी वेदनां एक साथ मळी एक नदीने
झांझवानी नदी पुछे छे,ओला दरियाने केम मळाय

थोडा दी’नी वात होय तो
मनने मनावीये सायबा
आखो ज्नमारो आधा रही
आ जीवतर केम रे जीवाय

पुछ जो कोइ राधाने तो,कोइ पुछ जो मेवाडे मीराने
एक जिंवतरमां बे बे जीवतर केवी रीते जीवाय
- नरेश के.डॉडीया
તું દૂર હોય તો મારી આંખથી કેમ રે સહેવાય
વિરહની વેદના પછી શબ્દ થૈ કાગળમા રેલાય

કોરી ધાકોર ઓશીકાની
ખોરને પુંછ મારા સાયબા
કહેશે કે મુશળધાર આંખ વરસે
એને ચોમાસું કહેવાય

જીવતર કેમ વિતાવીયે
તું ને હું નોખા મલકમાં રહીને
તું જ બોલ,તારી છબીને સહારે
આખું જીવતર થોડું જીવાય?

કેટલા જ્નમારાની વેદનાં એક સાથ મળી એક નદીને
ઝાંઝવાની નદી પુછે છે,ઓલા દરિયાને કેમ મળાય

થોડા દી’ની વાત હોય તો
મનને મનાવીયે સાયબા
આખો જ્નમારો આધા રહી
આ જીવતર કેમ રે જીવાય

પુછ જો કોઇ રાધાને તો,કોઇ પુછ જો મેવાડે મીરાને
એક જિંવતરમાં બે બે જીવતર કેવી રીતે જીવાય
- નરેશ કે.ડૉડીયા
Advertisement