करुणा आंखमां,दिलमां दुआ राखुं छु Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
करुणा आंखमां,दिलमां दुआ राखुं छु Gujarati Gazal By Naresh K. Dodia |
करुणा आंखमां,दिलमां दुआ राखुं छु
सकळ जगने सुफीनी जेम हुं चांहुं छुं
छे भीतर लगी संवेदनां टहुकां समी
छता पण मौननां हथियारने टांगुं छुं
पूराणॉमां लख्यु छे ए कदी पोकळ ना होय
कदी गीता कदी माणसनां मन वांचुं छुं
भूली जावुं छे तो भूली शको छो मुजने
जो पडशो एकला तो याद हुं आवुं छुं
जमानत प्रेमनी मळती नथी मांगो तोय
हुं दिलनी कोटडीनी केद फटकारूं छुं
तमे तो रातभर आरामथी उंधो छो
तमारी यादमां हुं रातभर जागुं छुं
हुं लथडी जांउ छुं मयसम नयन जोइने
तमारी आंखनां ए भेदने ढांकुं छुं
सुकुं भीनुं बधुं हुं साचवीने राखुं
हुं बारे मास ताजा शब्द उगाडुं छुं
“महोतरमां” तमारो ठाठ छे राणीनो
तमारा प्यारमां खुद बादशा लागुं छुं
-नरेश के.डॉडीया
કરુણા આંખમાં,દિલમાં દુઆ રાખું છુ
સકળ જગને સુફીની જેમ હું ચાંહું છું
છે ભીતર લગી સંવેદનાં ટહુકાં સમી
છતા પણ મૌનનાં હથિયારને ટાંગું છું
પૂરાણૉમાં લખ્યુ છે એ કદી પોકળ ના હોય
કદી ગીતા કદી માણસનાં મન વાંચું છું
ભૂલી જાવું છે તો ભૂલી શકો છો મુજને
જો પડશો એકલા તો યાદ હું આવું છું
જમાનત પ્રેમની મળતી નથી માંગો તોય
હું દિલની કોટડીની કેદ ફટકારૂં છું
તમે તો રાતભર આરામથી ઉંધો છો
તમારી યાદમાં હું રાતભર જાગું છું
હું લથડી જાંઉ છું મયસમ નયન જોઇને
તમારી આંખનાં એ ભેદને ઢાંકું છું
સુકું ભીનું બધું હું સાચવીને રાખું
હું બારે માસ તાજા શબ્દ ઉગાડું છું
“મહોતરમાં” તમારો ઠાઠ છે રાણીનો
તમારા પ્યારમાં ખુદ બાદશા લાગું છું
-નરેશ કે.ડૉડીયા
Labels:
Famous Gujarati Gazal
No comments:
Post a comment