मारूं नगर छोडी तने मळवा हुं ना आवी शकुं Gujarati Gazal By Naresh K. Dodia

मारूं नगर छोडी तने मळवा हुं ना आवी शकुं Gujarati Gazal By Naresh K. Dodia
मारूं नगर छोडी तने मळवा हुं ना आवी शकुं Gujarati Gazal By Naresh K. Dodia
मारूं नगर छोडी तने मळवा हुं ना आवी शकुं
तारी गलीने धर तरफ पगने हुं ना वाळी शकुं

हुं आ ज पर्यत राह तारी होय त्या चाल्यो हतो
ए राह पर फूलो बिछावे तोय ना चाली शकुं

ताराथी हुं अळगो थयो ए पळथीं खुदने भूल्यो
आ जातने जेवी हती एवी नां देखाडी शकुं

मारा ह्रदयमा कायमी यादी रहेवानी छता
रगंत ए प्हेला जेम काव्योमां हुं ना नाखी शकुं

जो तुं कहे तो मांडवाळी यादनी पण थइ शके?
मनने मनावुं पण,ह्रदयने हुं ना रोकी शकुं

ठाला वचननो भार झीलातो नथी जीवनमां दोस्त
मारा वचननो भार खंभेथी हुं ना फेकी शकुं

चाही हती मे एक वखते जींदगी जेवी तने
गलती हुं मारा एकलानी छे ए नां मानी शकुं

आखा जगतमां माणशो चाहीने नोखा थाय छे
दोस्तो दुआ एवी दो एकलताने हुं सांखी शकुं

मारी महोतरमाने लीधे एक ओळख छे अहीं
शब्दोमा एने कोइ काळे हुं नां संताडी शकुं
– नरेश के.डॉडीया
મારૂં નગર છોડી તને મળવા હું ના આવી શકું
તારી ગલીને ધર તરફ પગને હું ના વાળી શકું

હું આ જ પર્યત રાહ તારી હોય ત્યા ચાલ્યો હતો
એ રાહ પર ફૂલો બિછાવે તોય ના ચાલી શકું

તારાથી હું અળગો થયો એ પળથીં ખુદને ભૂલ્યો
આ જાતને જેવી હતી એવી નાં દેખાડી શકું

મારા હ્રદયમા કાયમી યાદી રહેવાની છતા
રગંત એ પ્હેલા જેમ કાવ્યોમાં હું ના નાખી શકું

જો તું કહે તો માંડવાળી યાદની પણ થઇ શકે?
મનને મનાવું પણ,હ્રદયને હું ના રોકી શકું

ઠાલા વચનનો ભાર ઝીલાતો નથી જીવનમાં દોસ્ત
મારા વચનનો ભાર ખંભેથી હું ના ફેકી શકું

ચાહી હતી મે એક વખતે જીંદગી જેવી તને
ગલતી હું મારા એકલાની છે એ નાં માની શકું

આખા જગતમાં માણશો ચાહીને નોખા થાય છે
દોસ્તો દુઆ એવી દો એકલતાને હું સાંખી શકું

મારી મહોતરમાને લીધે એક ઓળખ છે અહીં
શબ્દોમા એને કોઇ કાળે હું નાં સંતાડી શકું
– નરેશ કે.ડૉડીયા
Advertisement