धरतीने तपती जोइने वरसाद वरसी गयो Gujarati Gazal By Naresh K. Dodia

धरतीने तपती जोइने वरसाद वरसी गयो Gujarati Gazal By Naresh K. Dodia
धरतीने तपती जोइने वरसाद वरसी गयो Gujarati Gazal By Naresh K. Dodia
धरतीने तपती जोइने वरसाद वरसी गयो
 दैवत्व भूली एकली धरतीने वळगी गयो

ज्यां साव कोराकाट वरसो हुं वितावी चुक्यो
ए डाळनी लीलाश खातर खुद हुं जळथी गयो

न्होतो मळ्यो कोइ मने एवो मददगार ज्यां
मारा ज पडछायानी छायामां हुं भटकी गयो

ए बोर शबरीए भले चाख्या हशे मानुं छुं
मीठाश एनी राम नामे होय समजी गयो

सरकारनी हर योजनानो लाभ लेवा जुओ
ए फायदानी वातमां खुद धर्म बदली गयो

मारी फिकर क्या कारणे करती ए समजण पडी
दोस्तीनो नातो प्रेममां जे क्षणमां पलटी गयो

आराधना छे के हुं करुं छु बंदगी बोलजो?
में शब्दमां इश्वर लख्युं तो रबमा बदली गयो

एने कह्युं क्यारेय मळवानी नथी आपने
एना नगरमां एमने मळवा हुं वटथी गयो

मीठाश ज्या मारी महोतरमानी भळती गई
शब्दोनो दरियो काव्य गझलो थइने छलकी गयो
– नरेश के.डॉडीया
ધરતીને તપતી જોઇને વરસાદ વરસી ગયો
દૈવત્વ ભૂલી એકલી ધરતીને વળગી ગયો

જ્યાં સાવ કોરાકાટ વરસો હું વિતાવી ચુક્યો
એ ડાળની લીલાશ ખાતર ખુદ હું જળથી ગયો

ન્હોતો મળ્યો કોઇ મને એવો મદદગાર જ્યાં
મારા જ પડછાયાની છાયામાં હું ભટકી ગયો

એ બોર શબરીએ ભલે ચાખ્યા હશે માનું છું
મીઠાશ એની રામ નામે હોય સમજી ગયો

સરકારની હર યોજનાનો લાભ લેવા જુઓ
એ ફાયદાની વાતમાં ખુદ ધર્મ બદલી ગયો

મારી ફિકર ક્યા કારણે કરતી એ સમજણ પડી
દોસ્તીનો નાતો પ્રેમમાં જે ક્ષણમાં પલટી ગયો

આરાધના છે કે હું કરું છુ બંદગી બોલજો?
મેં શબ્દમાં ઇશ્વર લખ્યું તો રબમા બદલી ગયો

એને કહ્યું ક્યારેય મળવાની નથી આપને
એના નગરમાં એમને મળવા હું વટથી ગયો

મીઠાશ જ્યા મારી મહોતરમાની ભળતી ગઈ
શબ્દોનો દરિયો કાવ્ય ગઝલો થઇને છલકી ગયો
– નરેશ કે.ડૉડીયા

Advertisement