भाग्यमा मारा नथी तोये हुं ए पकडी शकुं छुं Gujarati Gazal By Naresh K. Dodia

भाग्यमा मारा नथी तोये हुं ए पकडी शकुं छुं  Gujarati Gazal By Naresh K. Dodia
भाग्यमा मारा नथी तोये हुं ए पकडी शकुं छुं  Gujarati Gazal By Naresh K. Dodia
भाग्यमा मारा नथी तोये हुं ए पकडी शकुं छुं 
तूटवुं नक्की छे एवी डाळ पर लटकी शकुं छुं

हाथमा तारा कदी आवी शकुं नां ते छतां पण 
एक तकनी जेम तारूं भाग्य पलटी शकुं छुं

मौन मारुं जोइने कायम हसे छे मों छुपावी 
पण वखत आव्ये हुं सामे आवीने गरजी शकुं छुं

तुं मभम कीधा करे छे आशरो शब्दोनो लइने 
रूबरूं कहेवुं गजु तारूं नथी समजी शकुं छुं

हेत वरसावी कदी थाकीजा तो कहेजे मने तुं 
मात्र तारी लागणीना रणमां पलळी शकुं छुं

सादगीने साचवी राखी छे में मोंधी जणस जेम 
पात्र बदली तो य हुं नाटक नवा भजवी शकुं छुं

एक इच्छा कायमी छटपट थती रहे छे तने जोइ 
व्हालनी माफक उघाडे छोग हुं वळगी शकुं छुं

बस महोतरमां अमारा शब्दनी ताकात ना माप 
चाहुं तो बोल्या विनां कागळ उपर मलकी शकुं छुं 
-नरेश के.डॉडीया
ભાગ્યમા મારા નથી તોયે હું એ પકડી શકું છું 
તૂટવું નક્કી છે એવી ડાળ પર લટકી શકું છું

હાથમા તારા કદી આવી શકું નાં તે છતાં પણ 
એક તકની જેમ તારૂં ભાગ્ય પલટી શકું છું

મૌન મારું જોઇને કાયમ હસે છે મોં છુપાવી 
પણ વખત આવ્યે હું સામે આવીને ગરજી શકું છું

તું મભમ કીધા કરે છે આશરો શબ્દોનો લઇને 
રૂબરૂં કહેવું ગજુ તારૂં નથી સમજી શકું છું

હેત વરસાવી કદી થાકીજા તો કહેજે મને તું 
માત્ર તારી લાગણીના રણમાં પલળી શકું છું

સાદગીને સાચવી રાખી છે મેં મોંધી જણસ જેમ 
પાત્ર બદલી તો ય હું નાટક નવા ભજવી શકું છું

એક ઇચ્છા કાયમી છટપટ થતી રહે છે તને જોઇ 
વ્હાલની માફક ઉઘાડે છોગ હું વળગી શકું છું

બસ મહોતરમાં અમારા શબ્દની તાકાત ના માપ 
ચાહું તો બોલ્યા વિનાં કાગળ ઉપર મલકી શકું છું 
-નરેશ કે.ડૉડીયા
Advertisement