ए रकमनो मात्र सरवाळॉ ज करता जाणे छे Gujarati Gazal By Naresh K. Dodia

ए रकमनो मात्र सरवाळॉ ज करता जाणे छे Gujarati Gazal By Naresh K. Dodia
ए रकमनो मात्र सरवाळॉ ज करता जाणे छे
जिंदगीनी मौज-मस्ती ए कसरमां नाखे छे

झाड,जंगल आ बधुं शुं छे कशुं ना जाणे ए
एक जण एनी सजा कोंक्रिटवनमां गाळे छे

काचनी दीवाल ए फरती बनावीने रहे छे
रात पडतां सूर्यने बेफाम गाळो काढे छे

ए गुगलमाथी मजानी वात शोधी लावे छे
खुदनी कोलममां ए खुदनां नाम साथे छापे छे

वाळ धोळा छे छतां एने सळी तो करवी छे
नव कविने साव नानी वातमा ततडावे छे

सामग्री भेगी करी थाकी जवाई छे दोस्तो
जे नथी मारी कने एवुं आ जीवन मांगे छे

तुं तफावत मात्र शोधे छे गझलने काव्योमां
अर्थ साचो शोधवा मारी गझल क्यां वांचे छे?

शेर मक्तानो हशे तो सौ जाणे छे मारो छे
ज्यां महोतरमाना नामे दाद दिलथी आपे छे
– नरेश के. डॉडीया


એ રકમનો માત્ર સરવાળૉ જ કરતા જાણે છે
જિંદગીની મૌજ-મસ્તી એ કસરમાં નાખે છે

ઝાડ,જંગલ આ બધું શું છે કશું ના જાણે એ
એક જણ એની સજા કોંક્રિટવનમાં ગાળે છે

કાચની દીવાલ એ ફરતી બનાવીને રહે છે
રાત પડતાં સૂર્યને બેફામ ગાળો કાઢે છે

એ ગુગલમાથી મજાની વાત શોધી લાવે છે
ખુદની કોલમમાં એ ખુદનાં નામ સાથે છાપે છે

વાળ ધોળા છે છતાં એને સળી તો કરવી છે
નવ કવિને સાવ નાની વાતમા તતડાવે છે

સામગ્રી ભેગી કરી થાકી જવાઈ છે દોસ્તો
જે નથી મારી કને એવું આ જીવન માંગે છે

તું તફાવત માત્ર શોધે છે ગઝલને કાવ્યોમાં
અર્થ સાચો શોધવા મારી ગઝલ ક્યાં વાંચે છે?

શેર મક્તાનો હશે તો સૌ જાણે છે મારો છે
જ્યાં મહોતરમાના નામે દાદ દિલથી આપે છે
– નરેશ કે. ડૉડીયા
Advertisement