एवोने एवो छे हजी तलसाट मारी आंखमां Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
एवोने एवो छे हजी तलसाट मारी आंखमां Gujarati Gazal By Naresh K. Dodia |
एवोने एवो छे हजी तलसाट मारी आंखमां
उल्लेख तारो रोज आवी जाय मारी वातमां
पाछोतरी यादोनो वैभव साचवी राख्यो छे में
राखी छे तारी याद ताजा शब्दने संवादमां
तुं पोयणी जेवी धवल लागे छबीमा आज पण
थोडी सफेदी आवी गइ छे आज मारा वाळमां
आ दुखनी रातोमां न आवे कोइ सवलत आपवा
भींजाई छे आशीकु एकलतानी भीनी छांटमां
छे केदखाना जेवुं आ जीवन बधानुं एटले
जीवे छे लोको जिंदगीथी छूटवानी आशमां
आवे छे ने चाल्या जशे लोको जीवनमाथी घणां
जुज मानवी आवे जरूरत होय त्यारे काममां
मारो सुफी अंदाज जोईने फरीश्ता खूश छे
मारी गझल वांचीने आवी जाय तेओ तानमां
साची हकीकत आज रीते बोलवानी शब्दमां
मों पर कहो तो खोटु लागी जाय छे पळवारमां
मारी महोतरमाने चाही एटलुं जाणु छुं हुं
पामीने कोई राजी,कोई राजी रहे छे त्यागमां
– नरेश के. डॉडीया
એવોને એવો છે હજી તલસાટ મારી આંખમાં
ઉલ્લેખ તારો રોજ આવી જાય મારી વાતમાં
પાછોતરી યાદોનો વૈભવ સાચવી રાખ્યો છે મેં
રાખી છે તારી યાદ તાજા શબ્દને સંવાદમાં
તું પોયણી જેવી ધવલ લાગે છબીમા આજ પણ
થોડી સફેદી આવી ગઇ છે આજ મારા વાળમાં
આ દુખની રાતોમાં ન આવે કોઇ સવલત આપવા
ભીંજાઈ છે આશીકુ એકલતાની ભીની છાંટમાં
છે કેદખાના જેવું આ જીવન બધાનું એટલે
જીવે છે લોકો જિંદગીથી છૂટવાની આશમાં
આવે છે ને ચાલ્યા જશે લોકો જીવનમાથી ઘણાં
જુજ માનવી આવે જરૂરત હોય ત્યારે કામમાં
મારો સુફી અંદાજ જોઈને ફરીશ્તા ખૂશ છે
મારી ગઝલ વાંચીને આવી જાય તેઓ તાનમાં
સાચી હકીકત આજ રીતે બોલવાની શબ્દમાં
મોં પર કહો તો ખોટુ લાગી જાય છે પળવારમાં
મારી મહોતરમાને ચાહી એટલું જાણુ છું હું
પામીને કોઈ રાજી,કોઈ રાજી રહે છે ત્યાગમાં
– નરેશ કે. ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment