वृक्षनी डाळी उपर टहुका शोधुं छुं Gujarati Gazal By Naresh K. Dodia

वृक्षनी डाळी उपर टहुका शोधुं छुं Gujarati Gazal By Naresh K. Dodia
वृक्षनी डाळी उपर टहुका शोधुं छुं Gujarati Gazal By Naresh K. Dodia
वृक्षनी डाळी उपर टहुका शोधुं छुं
कोइ लीलीछम नवी धटना शोधुं छुं

फूल खरतां जाय क्या कारणथी ए कहो?      
डाळने फूलोना ए झधडा शोधुं छुं       

मोति वेराता नथी मारा चोकमां  
एक नमणी नारना पगला शोधुं छुं    
  
आकरी क्षणमा समज आवे छे सौने 
खुदनां कर्मोनी मने वचमां शोधुं छुं

साप पण मरता नथी लाठीथी हवे 
काचळी नीचेनी ए त्वचा शोधुं छुं

वैद जेवां क्यां गयां ए दोस्तो बधां     
दर्द मारुं खुदनु जे गणतां शोधुं छुं       

स्पर्शनी खूश्बूथी भीनो भीनो करे        
कोइ कोमल नार उपवनमा शोधु छुं     

ज्यां फकीरीनी मजां आठे प्होर छे   
ए सुफीसंगतनां जलशा शोधुं छुं     

आ महोतरमा मने जे पळमा मळी       
तारिखीयामां ए चोघडिया शोधुं छुं
-नरेश के.डॉडीया
વૃક્ષની ડાળી ઉપર ટહુકા શોધું છું
કોઇ લીલીછમ નવી ધટના શોધું છું

ફૂલ ખરતાં જાય ક્યા કારણથી એ કહો?      
ડાળને ફૂલોના એ ઝધડા શોધું છું       

મોતિ વેરાતા નથી મારા ચોકમાં  
એક નમણી નારના પગલા શોધું છું    
  
આકરી ક્ષણમા સમજ આવે છે સૌને 
ખુદનાં કર્મોની મને વચમાં શોધું છું

સાપ પણ મરતા નથી લાઠીથી હવે 
કાચળી નીચેની એ ત્વચા શોધું છું

વૈદ જેવાં ક્યાં ગયાં એ દોસ્તો બધાં     
દર્દ મારું ખુદનુ જે ગણતાં શોધું છું       

સ્પર્શની ખૂશ્બૂથી ભીનો ભીનો કરે        
કોઇ કોમલ નાર ઉપવનમા શોધુ છું     

જ્યાં ફકીરીની મજાં આઠે પ્હોર છે   
એ સુફીસંગતનાં જલશા શોધું છું     

આ મહોતરમા મને જે પળમા મળી       
તારિખીયામાં એ ચોઘડિયા શોધું છું
-નરેશ કે.ડૉડીયા

Advertisement