ए ज कारणसर गझल काव्यो हुं लखतो जांउ छुं Gujarati Gazal By Naresh K. Dodia

ए ज कारणसर गझल काव्यो हुं लखतो जांउ छुं  Gujarati Gazal By Naresh K. Dodia
ए ज कारणसर गझल काव्यो हुं लखतो जांउ छुं  Gujarati Gazal By Naresh K. Dodia 
ए ज कारणसर गझल काव्यो हुं लखतो जांउ छुं   
एक माणसने ए ब्हाने रोज मळतो जांउ छुं   

एक इच्छा थइ गळे वळगी छे अजगर जेम ए    
ए ज इच्छानां सतत भरडामां मरतो जांउ छुं 

स्पर्शनां एंधाणनो अवसर मळे छे क्यां मने? 
शब्द देहे आज रीते रोज अडतो जांउ छुं       

झांझवाथी क्यां तरस छीपी छे माणसनी कदी  
मृग जेवो थइने रणमां हुं तरसतो जांउ छुं             

वात अडधे आवी अटकी जाय छे एनी सदा   
कोइ पण ब्हानुं धरी आगळ हुं वधतो जांउ छुं      

कोण समजे  दिलनी मजबूरी अहींयां प्रेममां   
आयना सामे हु खुदने रोज वढतो जांउ छुं    

ए किताबोनां लखाणो जेम मळती जाय छे     
ए हकीकत बदले ना,तो ये हुं पढतो जांउ छुं?     

छे भरोसो खुद उपर मारो खुदा जेवो छतां          
तोय एने हुं सुफीनी जेम भजतो जांउ छुं    
   
ए महोतरमां नदी थइ रोज सपनांमां मळे          
एक दरियां जेम एनामां सरकतो जांउ छुं          
-नरेश के.डॉडीया
એ જ કારણસર ગઝલ કાવ્યો હું લખતો જાંઉ છું   
એક માણસને એ બ્હાને રોજ મળતો જાંઉ છું   

એક ઇચ્છા થઇ ગળે વળગી છે અજગર જેમ એ    
એ જ ઇચ્છાનાં સતત ભરડામાં મરતો જાંઉ છું 

સ્પર્શનાં એંધાણનો અવસર મળે છે ક્યાં મને? 
શબ્દ દેહે આજ રીતે રોજ અડતો જાંઉ છું       

ઝાંઝવાથી ક્યાં તરસ છીપી છે માણસની કદી  
મૃગ જેવો થઇને રણમાં હું તરસતો જાંઉ છું             

વાત અડધે આવી અટકી જાય છે એની સદા   
કોઇ પણ બ્હાનું ધરી આગળ હું વધતો જાંઉ છું      

કોણ સમજે  દિલની મજબૂરી અહીંયાં પ્રેમમાં   
આયના સામે હુ ખુદને રોજ વઢતો જાંઉ છું    

એ કિતાબોનાં લખાણો જેમ મળતી જાય છે     
એ હકીકત બદલે ના,તો યે હું પઢતો જાંઉ છું?     

છે ભરોસો ખુદ ઉપર મારો ખુદા જેવો છતાં          
તોય એને હું સુફીની જેમ ભજતો જાંઉ છું    
   
એ મહોતરમાં નદી થઇ રોજ સપનાંમાં મળે          
એક દરિયાં જેમ એનામાં સરકતો જાંઉ છું          
-નરેશ કે.ડૉડીયા

Advertisement