एक मानविय चोमासाने वरसवाना एंधाण आपे छे Gujarati Kavita By Naresh K. Dodia
![]() |
एक मानविय चोमासाने वरसवाना एंधाण आपे छे Gujarati Kavita By Naresh K. Dodia |
पहेली वार गोंरभायेला आकाशी वादळमांथी
जे भांप-सभर खूश्बू आवती होय छे
एवी ज खूश्बू में तारा सानिध्यमां अनूभवी हती
कचुकीना तो जमाना रह्यां नथी
पण आधुनिक फेशन जेने कहेवाइ छे
एवा तारा ब्लाउसनी दोरीने नीहाळतो हतो
त्यां ज तारी केशराशी विखेराइ गइ
त्यारे मने जाणे एम लाग्युं के
आकाशमांथी एक धटाटोप वादळु नीचे दडी पडयुं
स्निग्ध अने गौर
मुलायम अने मुषण
गोरी अने चमकदार
तारी पीठनी त्वचा केशराशीथी ढंकाइ गइ
मने खबर न्होती के गौर पीठने
मारी नजरथी बचाववा तुं
तारी केशराशीनो सदउपयोग करे छे
कदाच तुं जाणे छे के
तने जोतानी साथे
तारी नजर चुकवीने
तारी पाछळ आवीने
तने अचानक आंलिगनमां भींसी दउ छुं
त्यारे आ भांप- सभर खूश्बू
नासिका वाटे मारा अंगेअंगमा प्रवेशीने
एक मानविय चोमासाने वरसवाना
एंधाण आपे छे
अने अचानक मनना मोरलाओ एकी साथे
टहुके चडे छे
- नरेश के.डॉडीया
પહેલી વાર ગોંરભાયેલા આકાશી વાદળમાંથી
જે ભાંપ-સભર ખૂશ્બૂ આવતી હોય છે
એવી જ ખૂશ્બૂ મેં તારા સાનિધ્યમાં અનૂભવી હતી
કચુકીના તો જમાના રહ્યાં નથી
પણ આધુનિક ફેશન જેને કહેવાઇ છે
એવા તારા બ્લાઉસની દોરીને નીહાળતો હતો
ત્યાં જ તારી કેશરાશી વિખેરાઇ ગઇ
ત્યારે મને જાણે એમ લાગ્યું કે
આકાશમાંથી એક ધટાટોપ વાદળુ નીચે દડી પડયું
સ્નિગ્ધ અને ગૌર
મુલાયમ અને મુષણ
ગોરી અને ચમકદાર
તારી પીઠની ત્વચા કેશરાશીથી ઢંકાઇ ગઇ
મને ખબર ન્હોતી કે ગૌર પીઠને
મારી નજરથી બચાવવા તું
તારી કેશરાશીનો સદઉપયોગ કરે છે
કદાચ તું જાણે છે કે
તને જોતાની સાથે
તારી નજર ચુકવીને
તારી પાછળ આવીને
તને અચાનક આંલિગનમાં ભીંસી દઉ છું
ત્યારે આ ભાંપ- સભર ખૂશ્બૂ
નાસિકા વાટે મારા અંગેઅંગમા પ્રવેશીને
એક માનવિય ચોમાસાને વરસવાના
એંધાણ આપે છે
અને અચાનક મનના મોરલાઓ એકી સાથે
ટહુકે ચડે છે
- નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Kavita
No comments:
Post a comment