हुं अने रमेश कदी मळ्या नथी Gujarati Kavita By Naresh K. Dodia
![]() |
हुं अने रमेश कदी मळ्या नथी Gujarati Kavita By Naresh K. Dodia |
हुं अने रमेश
कदी मळ्या नथी
ना तो मे कदी सोनलने जोइ छे
छतां पण ज्यारे सवारे उठुं छुं
अने काठियावाडनी हवां मारा नाकमां प्रवेशे छे
त्यारे अनुभवुं छुं
के ज्यां सुधी गुजराती कवितामां क,ख,ग जीवशे
त्यां सुधी रमेश जीवशे
अने सोनल....!!!
ए तो ज्यारे उपर जइश त्यारे
रमेशने पुछीश के आ सोनल कोण छे?
त्यारे रमेश मने सामो सवाल पुछशे के
"आ महोतरमां कोण छे..?
अने अमे बंने एक बीजा सामे टगर टगर
जोयां करीशु....अने बंन्ने विचारीशुं के
कविनां ह्रदयमां तरफडाट,उत्पात,उत्कंठा,
उर्मिओनां टॉळा,वेदनाओ अने व्यग्रताओ,
अनकही टीशने ज्यारे शब्दोमां समाववानी
कोशिश निष्फळ जाय छे त्यारे जे नाम
जे व्यकितनुं स्मरण कविने शाता आपी जाय छे
ए ज कदाच
रमेशनी सोनल हशे!
आसिमनी लीला हशे!
अने ओफकोर्स
नरेननी महोतरमां हशे.
अने पछी हुं रमेशने पुछीश
"कोइ शक रमेशबाबु?"
ए कांइ पण जवाब आप्या विनां
बीडीने जगवशे अने दम मारीने कहेशे
"आव तने सोनलनी वात मांडीने कहुं.!
त्यारे मने मारा प्रिय कविनो एक शेर याद आवी गयो
"थोडॉक भूतकाळ मे आप्यो हशे कबुल
तुं एने धार काढीने पाछो मोकलाव
-नरेश के.डॉडीया
હું અને રમેશ
કદી મળ્યા નથી
ના તો મે કદી સોનલને જોઇ છે
છતાં પણ જ્યારે સવારે ઉઠું છું
અને કાઠિયાવાડની હવાં મારા નાકમાં પ્રવેશે છે
ત્યારે અનુભવું છું
કે જ્યાં સુધી ગુજરાતી કવિતામાં ક,ખ,ગ જીવશે
ત્યાં સુધી રમેશ જીવશે
અને સોનલ....!!!
એ તો જ્યારે ઉપર જઇશ ત્યારે
રમેશને પુછીશ કે આ સોનલ કોણ છે?
ત્યારે રમેશ મને સામો સવાલ પુછશે કે
"આ મહોતરમાં કોણ છે..?
અને અમે બંને એક બીજા સામે ટગર ટગર
જોયાં કરીશુ....અને બંન્ને વિચારીશું કે
કવિનાં હ્રદયમાં તરફડાટ,ઉત્પાત,ઉત્કંઠા,
ઉર્મિઓનાં ટૉળા,વેદનાઓ અને વ્યગ્રતાઓ,
અનકહી ટીશને જ્યારે શબ્દોમાં સમાવવાની
કોશિશ નિષ્ફળ જાય છે ત્યારે જે નામ
જે વ્યકિતનું સ્મરણ કવિને શાતા આપી જાય છે
એ જ કદાચ
રમેશની સોનલ હશે!
આસિમની લીલા હશે!
અને ઓફકોર્સ
નરેનની મહોતરમાં હશે.
અને પછી હું રમેશને પુછીશ
"કોઇ શક રમેશબાબુ?"
એ કાંઇ પણ જવાબ આપ્યા વિનાં
બીડીને જગવશે અને દમ મારીને કહેશે
"આવ તને સોનલની વાત માંડીને કહું.!
ત્યારે મને મારા પ્રિય કવિનો એક શેર યાદ આવી ગયો
"થોડૉક ભૂતકાળ મે આપ્યો હશે કબુલ
તું એને ધાર કાઢીને પાછો મોકલાવ
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Kavita
No comments:
Post a comment