शेर आस्वाद BY नरेश के. डॉडीया

शेर आस्वाद BY नरेश के. डॉडीया
शेर आस्वाद BY नरेश के. डॉडीया 
शेर आस्वाद BY नरेश के. डॉडीया  
ગુજરાતી અને ઉર્દુ ગઝલ વિશ્વમાં શેર જોઇએ તો આજે ગઝલ સનમ,સાકીની પરિસિમાં વટાવીને સાવ અનોખું એક ગઝલનું સમૃધ્ધ એવું એવા અલગ અલગ વિશ્વ પર આવી ગયું છે….

મારા પ્રિય નાઝીર દેખૈયા સાહેબની મોટા ભાગની ગઝલ મારી પ્રિય રહી છે..નાઝીર સાહેબ કહે છે.

કળીને શું ખબર હોયે ખિઝાં શું ને બહારો શું,
અનુભવ કાજ વિકસીને સુમન થઈ જાય તો સારું…

નાઝીર સાહેબ સરસ વાત કરે છે..એક બાળક અથવાં બાળક જેવાં નિર્દોષ માણસને શું ખબર હોય કે પાનખર કે વસંતમાં શું ફર્ક હોય છે..એક બાળક,એક ફૂલ જ્યાં સુધી વિકસીત થશે નહી ત્યાં સુધી એને કેમ ખબર પડશે કે  દુનિયાદારી નિભાવવી આજ સમય કેટલી આકરી છે..અને બીજી રીતે જોઇએ કે છાપામાં અવાર નવાર વાંચીએ છીએ.પાંચ સાત વર્ષની કુમળી કળી જેવી બાળાને હવસખોર પુખ્ત પુરુષો લાલચ આપીને એકાંતમાં લઇ જઇને બળાત્કાર જેવું જઘન્ય કૃત્ય કરે છે…બીચારી એ કુમળી કળીને ક્યાં ખબર છે કે ખિલ્યા પહેલા વસંત અને પાનખરનો શું ફર્ક શું છે.

માણસનું માત્ર કવિ હોવું જરૂરી નથી.કવિ હોવાની સાથે કવિનાં ભાવ વિશ્વને કેળવવો જોઇએ.આ એવી અનૂભૂતિ છે.જેમ જેમ ભાવ કેળવાતો જશે.એમ બુંદમાંથી ઝરણુ,ઝરણામાંથી નદી અને નદીમાંથી સાગર જેવો વિશાળ બનતો જશે…ઘણા શેર એવા હોય છે એ માત્ર વાંચવા માટે નથી હોતા,એક કવિ દ્રષ્ટીએ સમજવાનાં પણ હોય છે.

ખલીલ ધનતેજવી સાહેબમાં આમ જોઇએ તો મોટા ભાગનાં શેર કાબિલેદાદ હોય છે…એનો એક શેર મને બહું ગમે છે..ખલીલ સાહેબ લખે છે કે,

પારકા દેશમાં તારી યાદ આવતાં,
ઘર તો ઘર,આખેઆખો મલક ઊઘડે.

શેર કહે છે કે પોતાનું પ્રિય પાત્ર કે કોઇ ઘરનું સભ્ય વતન છોડીને પરદેશમાં સ્થાયી થાય છે..ત્યારે એનું વતનથી દૂર વસતાં માનવીને દેશની,એ જે ગામ કે શહેરમાં મોટા થયા છે અને જે પોતાનું પ્રિય પાત્ર દેશમાં વસે છે એની યાદ આવતા કહે છે સાત દરિયાપાર છું છતાં તારી યાદ આવતાં ત્યાનાં સ્થળ તો શું આખેઆખો મલક ઉઘડે..મતલબ એક માણસની યાદ આવે ત્યારે ખલીલ ભાઇ કહે છે કે… રોજ લાગે કોઈ યાદ કરતું હશે..રોજ છાતીમાં ઝીણી સલક ઊઘડે.
એથી આગળ કહે છે,કે તારી યાદ આવતા, ગાલ પર કોઈ શમણાનું પીંછુ ફરે અને પોપચાં થરથરે ને પલક ઊઘડે.કેટલી માસુમ સંવેદનાંસભર આ આખી ગઝલ મારી પ્રિય રહી છે….આ સત્ય એ જ જાણે છે જેનું પ્રિયજન દેશથી સાત દરિયાપાર પરદેશમાં વસે છે.

આવા જ મારા પ્રિય ગનીચાચા લખે છે.ગનીચાચાના અમુક શેર આજે પણ એટલા જ તાજગી સભર લાગે છે..

પડી જઈએ ચરણમાં, તે છતાં મસ્તક હો આકાશે,
‘ગની’, એકાદ તો સંબંધની એવી સપાટી હો.

ગનીચાચાએ આ શેરમાં સંબધનું અને સંબંધીત વ્યકિતનું કેટલું વિશાળ મુલ્યાકંન કર્યું છે..ગનીચાચા કહે છે કે એવો સંબંધ એવા માણસ સાથે હોવો જોઇએ…જેનાં ચરણમાં પડી જઇએ તો આપણા સરને નીચું નમવાનો કોઇ મોકો ના દે….અને ગર્વથી આપના મસ્તકને આકાશ તરફ ઉચું રાખી શકીએ.મતલબ ઘણાં માણસો પૈસેટકે અથવાં માનસિક રીતે ખુંવાર થઇ જતાં હોય છે ત્યારે એક અથવાં બે જ એનાં નજીકનાં સંબંધી હોય જેને એનાં તમામ દુખ દર્દ દૂર કરે છે અને પૈસાની મદદ જોઇએ તો કોઇ પણ અપેક્ષા વિનાં એની ઝોળી ખોલી દે છે..કળયુગમાં ભામાશા જેવા મિત્રો હોય છે….કે એનાં મિત્રોને કદી નીચા જોવાનો વાર નથી આવવાં દેતા..અને આ હક્કીત મારા જીવનમાં બનેલી છે.એટલે મારાથી આ વાત સત્યને કોણ જાણી શકે..

ચીનુ મોદી “ઇર્શાદ” પણ મારા પ્રિય શાયરની સાથે એક સારા મિત્ર છે.આમ તો એ મારા પિતાથી પણ મોટી ઉમરનાં છે,પણ જ્યારે અમદાવાદ જવાનું થાય ત્યારે સાંજ તો ચીનુકાકાની સાથે અને અન્ય મિત્રોની સાંથે વિતાવવાની હોય.આપણી વાતોમાં હમ ઉમ્ર  મિત્રની જેમ ભળી જાય એવા એવા માણસ ચીનુ કાકા..ચીનુકાકા લખે છે

શ્વાસમાં છલકાય છાની ગંધ તો ?
ને બધે ચર્ચાય આ સંબંધ તો ?

જિંદગીમાં અમુક સંબંધો કોઇ એવી વ્યકિત સાથે હોય છે,જેને કોઇ પણ કારણે છુપાવીને રાખવાં પડે છે.કોઇ એવી અતિ પ્રિય વ્યકિત હોય જેને જાહેરમાં આપણે પ્રિય કહીને સંબોધન કરી શકતાં નથી.છતાં પણ એક કહેવત છે કે આગ હોય ત્યાં ધુંવાડૉ હોય છે.બસ આવું જ કંઇક આ શેર કહે છે…હમ લાખ છુપાયે પ્યાર,મગર દુનિયા કો પતા ચલ જાયેગા.અને આવા જ નમકિન સંબંધો માણસની જિંદગીને ટેસ્ટી બનાવે છે.વાત એવી થઇ કે હું ગમુ છું કોઇ સામે એ ના બોલે છતાં પણ એ કસમ મારી કદી સાંખી ના શક્યાં..આ એવો સંબંધ છે,એક માણસ માત્ર એ જાણે છે મારો હાલ શું છે?દર્દ સાથે એ ગઝલ વાંચી ના શક્યાં

જિંદગીને માણવાં માટે ફક્ત કુદરતનું સૌંદર્ય જ પૂરતું હોતું નથી ક્યારેક આંખો કોઇનાં અંતરની અંદર સ્નેહનાં  કલરવતાં ઝરણા,લાગણીની લીલીછમ્મ ઘટા,પ્રેમના ઉછળતાં દરિયા ભાળી જાય છે ત્યારે એવા માણસનું સાનિધ્ય કુદરતી સૌંદર્યની અવેજી પૂરી પાડે છે.

નિનાદ અધ્યારુંનો એક શેર છે..નિનાદભાઇ લખે છે કે,

‘નિનાદ’ સાચવેલું સચવાઈને ક્યાં રહેતું ?
ફેંકી દીધેલ કૈં પણ ખોઈ નથી શકાતું.

એક જ શેર કેટલું કહી જાય છે..જિવનમાં એવી ઘણી જણસ હોય છે,જે નિર્જીવથી લઇને સજીવ હોય છે.એક માણસ સંબંધમાં સામે વાળીને સાચવવાં કમરથી ઝૂકવાથી લઇને સાષ્ટાંગ થઇ જાય છે..પણ સામેની વ્યકિતને આ નમી જવાનો સર્મપણ ભાવ કશો અસર કરતો નથી અને સામે પક્ષે એ વ્યકિત માટેનો લગાવ એટલો હોય કે એને ખોઇ શકવાની કોઇ શક્યતાં જોતો નથી.કારણકે જીવનમાં એવી ઘણી જણસ છે જે અમુલ્ય હોય છે એને ખોવાનું કોઇને ગમતું નથી…છતાં પણ ક્યારેક મન મારીને એ વ્યકિતને છોડી દેવી પડે છે..નિર્જિવ વસ્તું હોય તો ફેકી શકાય છે..એક જિવંત જણસને ક્યાંથી ફેકી શકાય છે..

ટુકમાં છોડી દીધેલા સંબંધો પણ યાદોમાં કે જીવનમાથી થોડા ખોઇ શકીએ છીએ..આ એક પ્રેમીની સર્મપણ ભાવના છે..જ્યાં સ્વમાન પણ હસતાં હસતાં ગુમાવીને કોઇને ચાહવાની વાત છે..ટુકમાં જેને જીવનમાં ફેકી દીધું છે એને ખોઇ મનથી ખોઇ શકતાં નથી.

જવાહર બક્ષીની ગઝલો ઘણી ગમે છે.જવાહરભાઇ લખે છે કે,

હવે જો હું માનું તો ખોટું નથી, કે હતું એને મારા તરફ પ્રેમ જેવું,
ગમે તેમ હો પણ મને છોડી દઈને, કરે છે એ કોઈ ગુન્હાનો અનુભવ.

ક્યારેક કોઇનો પ્રેમ સંબંધ અણસમજનાં પ્રહારોમાં ઘાયલ થઇને તરફડતો હોય અને એક જણ સામેનાં પાત્રનાં કોઇ પણ રીતે સમજાવવામાં નિષ્ફળ જાય છે ત્યારે આ સંબંધ ઉપર હંગામી ધોરણે પૂર્ણવિરામ આવી જાય છે…આ પૂર્ણ વિરામ હંગામી જ રહે છે કે કારણે કે એક વ્યકિતને પ્રેમ કર્યા પછી પ્રેમ કદી મરતો નથી પણ માણસ હ્રદયમાં જે માણસ માટેની     સંવેદનાં,લાગણી,અને હ્રદય ઉર્મિને લૂણૉ લાગી જાય છે…અને જેમ જેમ સમય વિતતો જાય છે..એમ સમજણ આવતી જાય છે..એમ આં લુણા લાગ્યા હોય એ ભાગની મરામત શરૂ થાય છે અને એ માણસને સમજાય છે કે મારી અણસમજનાં કારણે મે મારા સાચા પ્રેમને ગુમાવ્યો છે.અને જિંદગી આખી એ માણસ એને છોડી દઇને કોઇ ગુનો કર્યો હોય એવો અનૂભવ કરતો રહે છે.ઘણા માણસ યુવાની પોતાનાં પ્રથમ પ્રેમને ચાહતાં હોવા છતાં કુંટુંબની પ્રતિષ્ઠા અને સામાજીક ડરનાં કારણે પરિવારનાં પંસદ કરેલાં પાત્ર સાથે પરણી જાય છે…અને મિત્રો એક વાત યાદ રાખજો જિંદગીમાં પહેલી વખત પ્રેમનું સ્પંદન જે પાત્ર માટે અનૂભવ્યું એ પાત્ર આંખ અને હ્રદયમાં જીવનપર્યત જીવંત રહે છે…અને આવા લોકોની સંખ્યાનો હોવાનો સૌથી મોટો પૂરાવો છે….શાયરીઓ અને ગઝલ..માણસને જીવવાં માટે જેમ સ્વાસની જરૂર હોય છે એ જ રીતે શ્વાસને સુંગંધીત બનાવા માટે પ્રેમ જરૂરી છે..

મારા લખેલા એક ગમતાં શેર સાથે શેર આસ્વાદ પૂરો કરૂં છુ.ફરીથી આવતાં શુક્રવારે આપણે મળીશુ..મારો શેર છે.

સહરાના રણની છે તરસ,એ તૃપ્ત કૈ થાશે નહી
ભીનાશ નામે રણમાં તારૂં નામ લખતો હોંઉ છું

હજારો માણસોની વચ્ચેની ધેરાયેલા હોય એવા માણસની વાત છે,એ માણસની આંખો તો ભીડ હોય કે એકાંત હોય એક જ ચહેરાને શોધતી હોય છે.વાત એવી તરસની વાત છે પણ મે લખી છે જળની ભાષામાં,નહી વાંચી શકો એ હોય છે ઝાકળની ભાષામાં.એક માણસને ચાહવું એટલે એક શાયર માટે શબ્દ જ પૂરતો નથી.એ શબ્દોને અભિવ્યક્ત કરવાં માટે શાયર સહરા રણથી લઇને કાશ્મીરનાં તુલીપ ગાર્ડનથી લઇને આખી દુનિયામાં એ વ્યકિતનાં કાલ્પનિક સંગાથમાં ફરતો હોય છે.કારણકે જે સામે નથી એની જ કમી માણસ હમેશાં ભોગવતો હોય છે…અને જે સામે રહે છે એ આંખો સામે સહજ થઇ જાય છે એની હાજરીથી ટેવાઇ જાય છે..અને દુનિયાનાં મોટા ભાગનાં ગઝલકારોની ગઝલમાં એક માણસની કમીનો જે અહેસાસ છલકાય છે એનો તો દરિયો પણ કદી છલકાતો નથી.કારણ કે એ માણસની તરસ એટલી છે જે કદી તૃપ્ત થવાની નથી.રણ જેવું તપતું હ્રદય છે છતાં જ્યારે ભીનાશને માણવી હોય તો નામ તારું લખું છુ.કારણ સાવ સીધું છે આંખનાં આંસુની ભીનાશ ગાલને અડકીને ભલે વહી જતાં હોય પણ કોઇની યાદમાં આંખોમાથી સરેલા આંસું રણ જેવાં તપતાં હ્રદયમાં ભીનાશ ભરી જતાં હોય છે.
અસ્તું
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment