शेर आस्वाद Gujarati Article by नरेश के. डॉडीया

शेर आस्वाद Gujarati Article by  नरेश के. डॉडीया
शेर आस्वाद Gujarati Article by  नरेश के. डॉडीया 
કહેવાય છે કલ્પનને કોઇ સિમાડા હોતા નથી.તો બીજી એક કહેવત છે,"જ્યાં ના પહોચે રવિ,ત્યાં પહોચે કવિ".જ્યારે કોઇ કવિ કે ગઝલકાર જે સ્થળે રહેતો હોય અને એ સ્થળથી હજારો માઇલ દૂર એવા એનાં ગમતાં સ્થળને કવિતા કે ગઝલનાં શેરમાં ઉલ્લેખ કરે છે ત્યારે એ શેરનું એક આગવું પ્રદાન જણાય છે.

ખાસ કરીને ફેસબુક અને વોટસએપ જેવાં માધ્યમ થકી જગતનાં કોઇ પણ ખૂણે રહેતો રચનાકાર જીવ પોતાની કવિતા ગઝલને એનાં ભાવક વર્ગ સામે મુકી શકે છે..આ સ્થળનાં ઉલ્લેખ પાછળ હિંદુસ્તાન બહાર વસતા કવિઓ માટે પોતાનાં વતન પ્રેમ અને વતન ઝૂરાપાને વ્યકત કરવાની કોશિશ પણ કહી શકાય છે.

સૌ પ્રથમ અદમ ટંકારવી સાહેબ હાલ બોલ્ટન યુકેમાં રહે છે.એનો એક શેર છે.

ગઝલ લખી દ્યો સીધીસાદી,અદમ
જીવીકાકીની સવિતા જેવી.

અદમ ટંકારવી આ શેર આમ જોઇએ તો સામાન્ય શેરથી થોડૉ અલગ જણાય,પણ અદમ સાહેબ જ્યારે પણ પોતાનાં વતન,ગામ,કે પોતાના મહોલ્લાને યાદ કરતાં હશે...ત્યારે કોઇ કાલ્પનિક પાત્ર કે જીવીત પણ હોઇ શકે એવી જીવીકાકીની સવિતાને પણ યાદ કરતાં હશે...સવિતા સીધીસાદી છોકરી હોવી જોઇએ જે અદમ સાહેબનાં આટલા વરસો પછી પણ યાદ રહી ગઇ છે.

એ જ રીતે અસરફ ડબ્બાવાલા જે હાલ શીકાગો અમેરિકામાં રહે છે.મૂળ અમરેલી અને જામનગરની મેડીકલ કોલેજનાં સ્નાતક હોવાથી જામનગરનાં વાતાવરણ અને ત્યાના શાયરો સાથે પરિચિત ખરા.અસરફ સાહેબ શીકાગો બેઠા બેઠા શેર ફરમાવે છે.

માએ મનને ગજાવ્યાં ગઝલગોખમાં રે !
માએ અમને તેડાવ્યા શબદચોકમાં રે !
જેની નેજવાના ગઢ ઉપર દેરી બાંધી;
એની ગરબી ગવાય રોમેરોમમાં રે !

આટલા વરસો પછી અસરફભાઇને નવરાત્રીનાં નવરાત્રીની રંગત બરોબર યાદ છે..અને એ સમયે એમનાં પત્ની મધુમતીબેન મહેતા પણ એની સાથે મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતા હતા અને ત્યાંથી એની જિંદગીની સફરની શરૂઆત કરી હતી..શાયર ગમે ત્યાં રહેતો હોય હમેશં વતનની ધુળ હ્રદયમાં ભરીને જીવતો હોય છે.જામનગરમાં ત્રણ વર્ષ રહ્યા એટલે દ્રારીકાધીશને અસરફભાઇ કેમ ભૂલી શકે...તેઓ લખે છે કે,

શબ્દોની હૂંડી લઈ ભાષા સામે ઊભો,
પાછો વળવા જાઉં અને શામળિયા આવે.

અસરફભાઇનાં પત્ની મધુમતીબેન મહેતા વતનને મહેક અને દ્રારકાધીશને ભૂલ્યા નથી,તેથી જ એને એમની ગઝલમાં ગોપાલમને આદરપૂર્વક આલેખ્યા છે.મધુમતીબેન લખે છે.

સંત કહે સહુ આવણજાવણ ભજ ગોપામ 
ભજો કે બાળો રાવણ ભજ ગોપાલમ   
ગદા ચક્ર ક્યાં કરતા ધારણ ભજ ગોપાલમ 
ઊંધું ઘાલી ઊંઘે નારણ ભજ ગોપાલમ  

વતનની ધૂળની વાત આવી તો આદિલ સાહેબને આપણે કેમ ભૂલી શકીએ..ગુજરાતી ગઝલનાં મંચ ઉપર શ્રેષ્ઠ કહી શકાય એવી વતન ઝૂરાપાની ગઝલ આપી છે.

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

આ જ રીત્રે અમેરિકા સ્થિત ફલોરીડાનાં ટેમ્પાબે સીટીમાં રહેતા શીતલભાઇ જોષીની એક ગઝલનાં બે શેર પરથી જાણી શકીએ જે શહેરથી હજારો માઇલ દૂર રહે છે અને જુદા દેશ અને જુદા માહોલમાં રહે છે છતા એનું મન તો અમદાવાદમાં જ ક્યાક ભટક્યાં કરે છે.આ ગઝલ મનહર ઉધાસ સાહેબે પોતાનાં આલ્બમાં સ્વરબધ્ધ કરી છે.શીતલભાઇ જોષી લખે છે.

ઝુલ્ફો ભીની તું ઝરૂખેથી સંવારે છે 
ને શહેર આખામાં વરસાદ આવે છે
જ્યારે જ્યારે તારી યાદ આવે છે
મનમાં આખું અમદાવાદ આવે છે.

આ જ રીતે સાઉદી અરબમાં વિવેક કાણે સાહેબ લખે છે.એ પણ કૃષ્ણને આલેખીને લખે છે,કારણકે ભાગ્યે જ કોઇ લેખક કવિ હશે જે કૃષ્ણને ભૂલ્યા હોય.આખરે કૃષ્ણ ભારતભૂમી સાથેનું એક અતૂટ જોડાણ છે.

તારો જ કૃષ્ણ રંગ છે, એવું ન માન તું,
વાદળ સમાન હું’ય સહેજ ભીનેવાન છું.
તું વિદ્યમાન સૃષ્ટિના કણકણમાં હોય તો,
હું પણ એ બે કણોની ‘સહજ’ દરમિયાન છું.

ઉર્દુ ગઝલ અને નઝમની પ્રખ્યાત શાયરા  પરવીન શાકીરને કેમ કરીને ભૂલી શકીએ.તાજ્જુબીની વાત છે,જન્મે મુસ્લિમ અને પાકિસ્તાનમાં વસતાં હોવા છતા એ કૃષ્ણ અને ભારતની ભૂમિથી અલિપ્ત ન રહી શક્યા.પરવીન શાકીર લખે છે.કોઇ મીરા રૂપે પાકિસ્તાનમાં શાયરાએ જન્મ લીધો હોય એવુ લાગે છે 

યહ હવા કૈસે ઉડા લે ગઈ આંચલ મેરા,
યૂં સતાને કી તો આદત મેરે ઘનશ્યામકી થી.

હવા મેરે જૂડે મેં ફૂલ સજાતી જા,
દેખ રહી હૂં અપને મનમોહન કી રાહ.

આવા જ એક મિત્ર લેસ્ટરમાં રહેતા બેદાર લાજપૂરી સાહેબ લખે છે.પ્રિયજનથી છુટા પડવાનો વસવસો આટલા વરસો પછી એ ભૂલી શક્યા નથી.
સ્કૂલ થી છુટા પડ્યા આપણે સૌ જ્યારથી
એકધારો હું તને શોધી રહયો છું ત્યારથી

ખાસ કરીને આપણે માર્ક ઝુકરબર્ગનો આભાર માનવો જોઇએ કે અત્યાર સુધી કેટલાય સંવેદનશીલ હૈયાઓની નાજુક મિલકત ડાયરીઓનાં પાનાંમાં સચવાયને પડી હતી એ બધી સંવેદનાઓ ફેસબુક અને વોટસએપમાં શબ્દો બની ધીરે ધીરે વિશ્વ આખામાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે,તે બધાં ગુજરાતી અને ભારતિય લોકો સુધી પહોચવાં લાગી છે.

કવિ એક નાજુક હૈયાનો માલિક છે.બહારથી ભલે મજબૂત હોવાનો દેખાવ કરતો હોય,પણ જ્યારે એ એકલો પડે છે ત્યારે એનું મન પર હ્રદય હાવી થઇ જાય છે....ભારતથી માઇલો દૂર વસતા હોય અને બે ચાર વર્ષે તેઓને ભારત આવવાનું બનતું હોય છે.માટે જ્યારે પણ એ વતનથી દૂર હોય ત્યારે એનાં શરૂઆતી વતનનાં દિવસોને કોઇ પણ કાળે ભૂલી શકતો નથી...કોઇ ચાહિતાને ત્યાં છોડીને આવવું પડે છે તો માબાપથી લઇને કુટુંબીજનોથી દૂર જાવું પડે છે....વતન પ્રેમ,વતન ઝૂરાપો,અનેક નાજુક યાદો અને સ્પંદનોનાં ઝૂમખાઓ ગામને પાદર લટકાવીને આવ્યા હોય ત્યારે વારે વાંરે એ વતનથી દૂર રહેનારાનું મન જ્યારે મનમગમતું એકાંત મળે છે ત્યારે એકાંતને યાદોની ગાસળીમાં બાંધીને એને બળજબરીથી શબ્દદેહે ત્યાં લઇ જવાં મજબૂર કરે છે..

વતનથી દૂર રહેનારા મિત્રો માટેનાં મારા લખેલા અને મારા  ગમતાં શેર સાથે આ લેખ પૂરો કરૂં છુ  .આશાં રાખું છુ કે કૈક નવા લખવાનો મારો આ પ્રયાસ આપ સૌં મિત્રોને ચોક્કસ ગમશે.

આ શીયાળાને જાશો કોઈ આપીને ઞયું પરદેશમાં
બરફના દેશમાં જઈ આહ ઠંડી કેવી ભરતા જાય છે.

કહેવાનું આમ તો ધણું છે,ઘણાં બાળપણનાં,શેરી મિત્રો,નીશાળનાં મિત્રોમાંથી અચાનક પાંખો ફૂટતાં વિદેશ ભણી ઉડી જાય છે અને પાચ દસ વર્ષે વિદેશમાં સ્થાયી થઇને જ્યારે શીયાળામાં વતન આવે છે આવી લાગણી થવી કુદરતી છે...કારણકે મારા ઘણા મિત્રો આજે ફોરેનમાં રહે છે અને હવે હિંદુસ્તાનનો ઉનાળૉ માફક આવતો ન હોવાથી અહીંયા શીયાળામાં જ એ લોકો આવે છે...                                 

કોઇ ગમતા માનવીથી દૂર વસવું કેટલું મુશ્કેલ છે
હું ગુગલના મેપમાં એનાં જ ધરને જોઇ અટકી જાંઉ છું

આવો જ એક મારો શેર છે..નેટયુગનો આરંભ થયા પછી ઘણા વિજાતિય પાત્રો એકબીજાની નજીક આવ્યા હશે....અને દૂરીમાં સ્નેહને સાચવવાની મથામણ કરતાં હોય છે.સરહદ પારનાં પ્રિયનાં ઘરને જોવા માટે ગુગલમેપ ખોલીને જોવાની પણ ક્યારેક હરકત કરી બેસીએ છીએ...                                
-નરેશ કે.ડૉડીયા

Advertisement

No comments:

Post a Comment