सुवांळी ओटने खळभळती भरती होय छे Gujarati Gazal By Naresh K. Dodia

सुवांळी ओटने खळभळती भरती होय छे Gujarati Gazal By Naresh K. Dodia
सुवांळी ओटने खळभळती भरती होय छे Gujarati Gazal By Naresh K. Dodia
सुवांळी ओटने खळभळती भरती होय छे
नदी ज्यारे महासागरमां भळती होय छे

आं संध्या सूर्यनी बांहोमां ढळती होय छे
सुलुणी नार जेवी सांज सजती होय छे

बधा वृक्षोए ज्या लीलोतरी ओढी लीधी
नीमाणी पानखर ज्यां त्यां भटकती होय छे

ए कीडी जेम चटकां कोइ दी भरती नथी
आ झाकळ ज्यां फूलो उपर सरकती होय छे

भरेली हेलनां पाणीथी खुद पलळी जती
अमारा गामनी नारीओ मटकती होय छे

ए बाजे आभमाथी जोयुं तो समजण पडी
के धरती पर शीकारी जेवी वस्ती होय छे

धराने जोइने वादळ अमस्तां नां झूके
ए चातक जेम उनाळे तरसती होय छे

फकीरी जातने वळगी छे एवी के शुं कहुं?
अही आठे प्रहर शब्दोनी भकित होय छे

नथी गमती महोतरमां सिवाइ अन्य नार
घणी मारा उपर जूओ तो मरती होय छे
– नरेश के. डॉडीया



સુવાંળી ઓટને ખળભળતી ભરતી હોય છે
નદી જ્યારે મહાસાગરમાં ભળતી હોય છે

આં સંધ્યા સૂર્યની બાંહોમાં ઢળતી હોય છે
સુલુણી નાર જેવી સાંજ સજતી હોય છે

બધા વૃક્ષોએ જ્યા લીલોતરી ઓઢી લીધી
નીમાણી પાનખર જ્યાં ત્યાં ભટકતી હોય છે

એ કીડી જેમ ચટકાં કોઇ દી ભરતી નથી
આ ઝાકળ જ્યાં ફૂલો ઉપર સરકતી હોય છે

ભરેલી હેલનાં પાણીથી ખુદ પલળી જતી
અમારા ગામની નારીઓ મટકતી હોય છે

એ બાજે આભમાથી જોયું તો સમજણ પડી
કે ધરતી પર શીકારી જેવી વસ્તી હોય છે

ધરાને જોઇને વાદળ અમસ્તાં નાં ઝૂકે
એ ચાતક જેમ ઉનાળે તરસતી હોય છે

ફકીરી જાતને વળગી છે એવી કે શું કહું?
અહી આઠે પ્રહર શબ્દોની ભકિત હોય છે

નથી ગમતી મહોતરમાં સિવાઇ અન્ય નાર
ઘણી મારા ઉપર જૂઓ તો મરતી હોય છે
– નરેશ કે. ડૉડીયા
Advertisement