भटकती लागणीने एक सरनामुं मळ्युं Gujarati Gazal By Naresh K. Dodia

भटकती लागणीने एक सरनामुं मळ्युं Gujarati Gazal By Naresh K. Dodia
भटकती लागणीने एक सरनामुं मळ्युं Gujarati Gazal By Naresh K. Dodia
भटकती लागणीने एक सरनामुं मळ्युं
विसामो कायमी लागे ए जण छानुं मळ्युं 

सुफी अंदाजमां शब्दोने नमवानुं मळ्युं        
जीवनमां एक नवतर स्थान भजवानुं मळ्युं     

जगत आखुं फरीने आंख थाकी गइ हती 
जगतमा श्रेष्ठ एवुं एक जण दानुं मळ्युं

फकत राजाने राणी होय ए थोडुं बने? 
अहीं एक्काने राणी नामनुं पानुं मळ्युं 

जगतना एक नकशा पर कविनो ताज छे 
अने ए राजवीने स्थान तख्तानुं मळ्युं

भळीने पण मळी शकतां नथी एवां धणा     
ए ब्हाने नेटमा लोकोने भळवानुं मळ्युं

जे शब्दोनी अमोने जाणकारी ना हती
भळ्युं बळ प्रेमनुं तो रोज लखवानुं मळ्युं

‘महोतरमा’ तमारी मावजतमां छे कशुं?
तमारा संग माटे शब्दनुं ब्हानुं मळ्युं
- नरेश के.डॉडीया 
ભટકતી લાગણીને એક સરનામું મળ્યું
વિસામો કાયમી લાગે એ જણ છાનું મળ્યું 

સુફી અંદાજમાં શબ્દોને નમવાનું મળ્યું        
જીવનમાં એક નવતર સ્થાન ભજવાનું મળ્યું     

જગત આખું ફરીને આંખ થાકી ગઇ હતી 
જગતમા શ્રેષ્ઠ એવું એક જણ દાનું મળ્યું

ફકત રાજાને રાણી હોય એ થોડું બને? 
અહીં એક્કાને રાણી નામનું પાનું મળ્યું 

જગતના એક નકશા પર કવિનો તાજ છે 
અને એ રાજવીને સ્થાન તખ્તાનું મળ્યું

ભળીને પણ મળી શકતાં નથી એવાં ધણા     
એ બ્હાને નેટમા લોકોને ભળવાનું મળ્યું

જે શબ્દોની અમોને જાણકારી ના હતી
ભળ્યું બળ પ્રેમનું તો રોજ લખવાનું મળ્યું

‘મહોતરમા’ તમારી માવજતમાં છે કશું?
તમારા સંગ માટે શબ્દનું બ્હાનું મળ્યું
- નરેશ કે.ડૉડીયા 
Advertisement