वातनुं ज्यारे वतेसर थइ जाय छे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
वातनुं ज्यारे वतेसर थइ जाय छे Gujarati Gazal By Naresh K. Dodia |
वातनुं ज्यारे वतेसर थइ जाय छे
अर्थ शब्दोनां सौने गमता थाय छे
क्हे छे,जेवो छुं हमेशां एवो ज रहुं
ने वखत आव्ये ए माणस बदलाय छे
एक माणसनो अहम पोषीने जीव्यां
भेद आवा प्रेम नामे सचवाय छे
ए विरह छाती ए चांपी फरती हती
आज केवो चो-तरफ फंगोळाय छे
यादनुं भारण वधे छे त्यारे ज दोस्त
बोज काव्योने गझलमां धरबाय छे
आत्मबळ मारुं कदी तूटी ना शक्यु
प्रेमनां टांकाथी कायम संधाय छे
एक लाचारी मे जेने मानी हती
प्रेमनो सामान्य गुण जे क्हेवाय छे
ए महोतरमा नथी मारीं साथमां
शब्द देहे हाथ एनो पकडाय छे
-नरेश के.डॉडीया
વાતનું જ્યારે વતેસર થઇ જાય છે
અર્થ શબ્દોનાં સૌને ગમતા થાય છે
ક્હે છે,જેવો છું હમેશાં એવો જ રહું
ને વખત આવ્યે એ માણસ બદલાય છે
એક માણસનો અહમ પોષીને જીવ્યાં
ભેદ આવા પ્રેમ નામે સચવાય છે
એ વિરહ છાતી એ ચાંપી ફરતી હતી
આજ કેવો ચો-તરફ ફંગોળાય છે
યાદનું ભારણ વધે છે ત્યારે જ દોસ્ત
બોજ કાવ્યોને ગઝલમાં ધરબાય છે
આત્મબળ મારું કદી તૂટી ના શક્યુ
પ્રેમનાં ટાંકાથી કાયમ સંધાય છે
એક લાચારી મે જેને માની હતી
પ્રેમનો સામાન્ય ગુણ જે ક્હેવાય છે
એ મહોતરમા નથી મારીં સાથમાં
શબ્દ દેહે હાથ એનો પકડાય છે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment