ठठारो जीवने भारी पडे छे Gujarari Gazal By Naresh K. Dodia
![]() |
ठठारो जीवने भारी पडे छे Gujarari Gazal By Naresh K. Dodia |
ठठारो जीवने भारी पडे छे
जरा पग मांडुं त्या हांफी पडे छे
जवानीने जती जोईने आंखे
बधी मस्ती मजां झांखी पडे छे
खबर क्यां होय के शुं छे बुढापो
सफेदी द्रश्यमां लागी पडे छे
नही फेकी शक्यां थोडा अभरखां
गझलमां वात ए आवी पडे छे
सहारो लाकडीनो काम आवे
आं अंतिम शक्यता साची पडे छे
हती लालाश जेनी चामडीमां
करचली त्यां बधी बाझी पडे छे
मरणनी राह जोवे काग-डॉळे
कदी ए शक्यता साची पडे छे
कदी धरडा धरोमां जोंउ त्यारे
घणी हस्ती मने सामी पडे छे
पराया आपणा लागे छे जेने
समयनी मार ज्या खावी पडे छे
मरण तुं मांगजे के याद राखे
आ शब्दोमा गली तारी पडे छे
- नरेश के.डॉडीया
ઠઠારો જીવને ભારી પડે છે
જરા પગ માંડું ત્યા હાંફી પડે છે
જવાનીને જતી જોઈને આંખે
બધી મસ્તી મજાં ઝાંખી પડે છે
ખબર ક્યાં હોય કે શું છે બુઢાપો
સફેદી દ્રશ્યમાં લાગી પડે છે
નહી ફેકી શક્યાં થોડા અભરખાં
ગઝલમાં વાત એ આવી પડે છે
સહારો લાકડીનો કામ આવે
આં અંતિમ શક્યતા સાચી પડે છે
હતી લાલાશ જેની ચામડીમાં
કરચલી ત્યાં બધી બાઝી પડે છે
મરણની રાહ જોવે કાગ-ડૉળે
કદી એ શક્યતા સાચી પડે છે
કદી ધરડા ધરોમાં જોંઉ ત્યારે
ઘણી હસ્તી મને સામી પડે છે
પરાયા આપણા લાગે છે જેને
સમયની માર જ્યા ખાવી પડે છે
મરણ તું માંગજે કે યાદ રાખે
આ શબ્દોમા ગલી તારી પડે છે
- નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment