तारा विचारोए हवे माजा मूकी छे हवे Gujarati Gazal By Naresh K. Dodia

तारा विचारोए हवे माजा मूकी छे हवे Gujarati Gazal By Naresh K. Dodia
तारा विचारोए हवे माजा मूकी छे हवे Gujarati Gazal By Naresh K. Dodia
तारा विचारोए हवे माजा मूकी छे हवे
तेथी ज मारा शब्दने वांचा फूटी छे हवे 

तुं वांसळीना ख्यालमां राच्या करे छे सतत   
ने द्रारकामा चक्रधर केवो दूखी छे हवे 

तुं चीवट थीलागणी नेसाचवी राखजे      
मारा बधी उर्मिनी तुं ताळा-कुची छे हवे 

दरबार आंखोमां भरायो छे विरहनो अहीं
फरियाद करती पापणॉ आखर झूकी छे हवे 

पाछोतरी यादोनी मौसम केम रोकी शकुं? 
स्पर्शी छे तुं ज्या,भेजवाळी ए भूमि छे हवे 

मारी कहानी तुं ने हुं बेथी पूरी थइ गई 
तुं ने हुं वच्चे चोपडी आखी पूरी छे हवे 

कहेवाइ छे के मानवीनुं मन छे चंचळ छता 
तो आंख सामे स्थिर थइने कां उभी छे हवे 

एवी तुं नारी छे जे कोइनांथी सचवाई नां    
तारा तरीका तोरनी वातो जुदी छे हवे 

संबधना नामे “महोतरमां” मळी गइ मने 
ए पळथी मारा शब्दनी साची मुडी छे हवे 
-नरेश के.डॉडीया
તારા વિચારોએ હવે માજા મૂકી છે હવે
તેથી જ મારા શબ્દને વાંચા ફૂટી છે હવે 

તું વાંસળીના ખ્યાલમાં રાચ્યા કરે છે સતત   
ને દ્રારકામા ચક્રધર કેવો દૂખી છે હવે 

તું ચીવટ થીલાગણી નેસાચવી રાખજે      
મારા બધી ઉર્મિની તું તાળા-કુચી છે હવે 

દરબાર આંખોમાં ભરાયો છે વિરહનો અહીં
ફરિયાદ કરતી પાપણૉ આખર ઝૂકી છે હવે 

પાછોતરી યાદોની મૌસમ કેમ રોકી શકું? 
સ્પર્શી છે તું જ્યા,ભેજવાળી એ ભૂમિ છે હવે 

મારી કહાની તું ને હું બેથી પૂરી થઇ ગઈ 
તું ને હું વચ્ચે ચોપડી આખી પૂરી છે હવે 

કહેવાઇ છે કે માનવીનું મન છે ચંચળ છતા 
તો આંખ સામે સ્થિર થઇને કાં ઉભી છે હવે 

એવી તું નારી છે જે કોઇનાંથી સચવાઈ નાં    
તારા તરીકા તોરની વાતો જુદી છે હવે 

સંબધના નામે “મહોતરમાં” મળી ગઇ મને 
એ પળથી મારા શબ્દની સાચી મુડી છે હવે 
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment