वृक्षनो वैभव एटले परखाय छे Gujarati Gazal By Naresh K. Dodia

वृक्षनो वैभव एटले परखाय छे  Gujarati Gazal By Naresh K. Dodia
वृक्षनो वैभव एटले परखाय छे  Gujarati Gazal By Naresh K. Dodia
वृक्षनो वैभव एटले परखाय छे 
पारणा पंखीओना ज्यां बंधाय छे

रागनी समजण कोइए आपी हशे?
डाळ पर पंखी एक रागे गाय छे

बाकडाने क्षण माणवी गमती हशे?
प्रेम करता बे मानवी शरमाय छे

सांज ढळता आवाश शोधो छे पक्षी
डाळनो नातो एटले समजाय छे

बाकडा पर बेसीने वृक्षो जोउ तो 
बाकडानुं मुळ रूप त्यां देखाय छे

सूर्यनुं अभिवादन अही फूलो करे
दान ज्यां झाकळनुं सदा देवाय छे

वेल जेवी मोहक तुं,हुं थड समो 
जे विकसवानो अर्थ साचो थाय छे
-नरेश के.डॉडीया


વૃક્ષનો વૈભવ એટલે પરખાય છે 
પારણા પંખીઓના જ્યાં બંધાય છે

રાગની સમજણ કોઇએ આપી હશે?
ડાળ પર પંખી એક રાગે ગાય છે

બાકડાને ક્ષણ માણવી ગમતી હશે?
પ્રેમ કરતા બે માનવી શરમાય છે

સાંજ ઢળતા આવાશ શોધો છે પક્ષી
ડાળનો નાતો એટલે સમજાય છે

બાકડા પર બેસીને વૃક્ષો જોઉ તો 
બાકડાનું મુળ રૂપ ત્યાં દેખાય છે

સૂર્યનું અભિવાદન અહી ફૂલો કરે
દાન જ્યાં ઝાકળનું સદા દેવાય છે

વેલ જેવી મોહક તું,હું થડ સમો 
જે વિકસવાનો અર્થ સાચો થાય છે
-નરેશ કે.ડૉડીયા
Advertisement