प्रेम नामे शब्द ज्या मारी गझलमां होय छे Gujarati Gazal By Naresh K. Dodia

प्रेम नामे शब्द ज्या मारी गझलमां होय छे Gujarati Gazal By Naresh K. Dodia
प्रेम नामे शब्द ज्या मारी गझलमां होय छे Gujarati Gazal By Naresh K. Dodia
प्रेम नामे शब्द ज्या मारी गझलमां होय छे
तुं अगोचर क्षण बनी साक्षात पडमां होय छे

श्वासना रस्ते तुं आवे तो मजा पडशे तने
भाव माळी जेम मारो मावजतमां होय छे

धुप दिवा तो देव-देवीओने रीजववा थाय छे
प्राथना एनी करू तो तुं नजरमां होय छे

राह तारी कायमी जोईने लागे छे थाक ज्यां
वेदनां तारी कमीनी आ वदनमां होय छे

फूल जेवी छो जरा संभाळजे तारा चरण
कंटको मानव रचित पथ पर चरणमां होय छे

आशरो तारी छबीनो क्यां सुधी लइने जीवुं?
एम लागे कोइनी परछाइ जळमां होय छे

आंख सामे होय पण अडकी नथी शकतो तने
आ चमकतो चांद जे रीते गगनमां होय छे

छे महोतरमां जुदी छे अन्य नारीथी अहीं
एटले इर्षा सौने मारा चयनमां होय छे
-नरेश के.डॉडीया
પ્રેમ નામે શબ્દ જ્યા મારી ગઝલમાં હોય છે
તું અગોચર ક્ષણ બની સાક્ષાત પડમાં હોય છે

શ્વાસના રસ્તે તું આવે તો મજા પડશે તને
ભાવ માળી જેમ મારો માવજતમાં હોય છે

ધુપ દિવા તો દેવ-દેવીઓને રીજવવા થાય છે
પ્રાથના એની કરૂ તો તું નજરમાં હોય છે

રાહ તારી કાયમી જોઈને લાગે છે થાક જ્યાં
વેદનાં તારી કમીની આ વદનમાં હોય છે

ફૂલ જેવી છો જરા સંભાળજે તારા ચરણ
કંટકો માનવ રચિત પથ પર ચરણમાં હોય છે

આશરો તારી છબીનો ક્યાં સુધી લઇને જીવું?
એમ લાગે કોઇની પરછાઇ જળમાં હોય છે

આંખ સામે હોય પણ અડકી નથી શકતો તને
આ ચમકતો ચાંદ જે રીતે ગગનમાં હોય છે

છે મહોતરમાં જુદી છે અન્ય નારીથી અહીં
એટલે ઇર્ષા સૌને મારા ચયનમાં હોય છે
-નરેશ કે.ડૉડીયા
Advertisement