घटना घटे ए राह सौ जोतां हता Gujarati Gazal By Naresh K. Dodia

घटना घटे ए राह सौ जोतां हता Gujarati Gazal By Naresh K. Dodia
घटना घटे ए राह सौ जोतां हता Gujarati Gazal By Naresh K. Dodia
घटना घटे ए राह सौ जोतां हता
ज्यारे बनी व्हालाओ सौ छेटा हतां

जेवी हती एवी ज ए पाछी वळी
तक ज्यां मळी’ती त्याय त्रीभेटा हता

रणकी शकी ना ए कदी वाझिंत्र सम
तकदीरना रणका बधा बोदा हतां

आदेशनी चिंता कदी करता नथी
कानेथी लई अंतर सुधी बहेरा हतां

मारे तो नीकळवुं’तुं सांगोपांग पण
त्यां राहबर सौ पेटनां मेला हतां

काने पडी ने वात उडती गइ..पछी
सच्चाइने अफवा गणी क्हेता हता

तूटी गयां त्यारे मदद मांगी अमे
त्यारे बधाना हाथ पण हेठा हता

मंतर भणीने दिल उपर कबजो कर्यो
जे प्रेम नामे जादूने टॉनां हतां

मारी हथेळी त्यां धरीने शुं करुं
ज्यारे खुदाना द्रार वासेलां हतां

मारी “महोतरमाने” चाही शुं मळ्युं
दुख,दर्द, मयने,काव्यनां मेळा हतां
– नरेश के. डॉडीया


ઘટના ઘટે એ રાહ સૌ જોતાં હતા
જ્યારે બની વ્હાલાઓ સૌ છેટા હતાં

જેવી હતી એવી જ એ પાછી વળી
તક જ્યાં મળી’તી ત્યાય ત્રીભેટા હતા

રણકી શકી ના એ કદી વાઝિંત્ર સમ
તકદીરના રણકા બધા બોદા હતાં

આદેશની ચિંતા કદી કરતા નથી
કાનેથી લઈ અંતર સુધી બહેરા હતાં

મારે તો નીકળવું’તું સાંગોપાંગ પણ
ત્યાં રાહબર સૌ પેટનાં મેલા હતાં

કાને પડી ને વાત ઉડતી ગઇ..પછી
સચ્ચાઇને અફવા ગણી ક્હેતા હતા

તૂટી ગયાં ત્યારે મદદ માંગી અમે
ત્યારે બધાના હાથ પણ હેઠા હતા

મંતર ભણીને દિલ ઉપર કબજો કર્યો
જે પ્રેમ નામે જાદૂને ટૉનાં હતાં

મારી હથેળી ત્યાં ધરીને શું કરું
જ્યારે ખુદાના દ્રાર વાસેલાં હતાં

મારી “મહોતરમાને” ચાહી શું મળ્યું
દુખ,દર્દ, મયને,કાવ્યનાં મેળા હતાં
– નરેશ કે. ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment