नर्यो देखाव छे एनुं कशुं नक्कर नथी Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
नर्यो देखाव छे एनुं कशुं नक्कर नथी Gujarati Gazal By Naresh K. Dodia |
नर्यो देखाव छे एनुं कशुं नक्कर नथी
जुदो लागे छे ए माणस छतां इश्वर नथी
गझल छे कान दइ सांभळजो तो आवे मजा
पछी लागे के इश्वरथी हवे अंतर नथी
सतत मांग्यां करे संबंधना दावे घणाय
अरे भइ गजवुं मारुं,तारुं कै लोकर नथी
बधा कहे छे जमानो एमनो चाल्यो गयो
समय छे कोइना पण बापनो नोकर नथी
घणा एवा छे आंखोमां ज संधरवां पडे
वसे छे आपणामां तोय एनुं धर नथी
हुं तारा दिलमां उतरीने पछी जाणी शक्यो
छे उंडु वाव जेवुं पण अहीं दादर नथी
कदी अभिमान ना करजे पूराणा दोरनो
ना बाबरनो,ना अकबरनो हवे कैं डर नथी
मने त्यां मरजीवो बनवुं पड्युं कारण विनां
पछी जाण्युं के एनी आंख छे सागर नथी
लणी ले फालनी माफक महोतरमां मने
छुं वर्षावन समो हुं,रणनुं कैं पादर नथी
– नरेश के.डॉडीया
નર્યો દેખાવ છે એનું કશું નક્કર નથી
જુદો લાગે છે એ માણસ છતાં ઇશ્વર નથી
ગઝલ છે કાન દઇ સાંભળજો તો આવે મજા
પછી લાગે કે ઇશ્વરથી હવે અંતર નથી
સતત માંગ્યાં કરે સંબંધના દાવે ઘણાય
અરે ભઇ ગજવું મારું,તારું કૈ લોકર નથી
બધા કહે છે જમાનો એમનો ચાલ્યો ગયો
સમય છે કોઇના પણ બાપનો નોકર નથી
ઘણા એવા છે આંખોમાં જ સંધરવાં પડે
વસે છે આપણામાં તોય એનું ધર નથી
હું તારા દિલમાં ઉતરીને પછી જાણી શક્યો
છે ઉંડુ વાવ જેવું પણ અહીં દાદર નથી
કદી અભિમાન ના કરજે પૂરાણા દોરનો
ના બાબરનો,ના અકબરનો હવે કૈં ડર નથી
મને ત્યાં મરજીવો બનવું પડ્યું કારણ વિનાં
પછી જાણ્યું કે એની આંખ છે સાગર નથી
લણી લે ફાલની માફક મહોતરમાં મને
છું વર્ષાવન સમો હું,રણનું કૈં પાદર નથી
– નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment