एकान्तनो चस्को लगावी रात गाळी जुओ Gujarati Gazal By Naresh K. Dodia

एकान्तनो चस्को लगावी रात गाळी जुओ Gujarati Gazal By Naresh K. Dodia

एकान्तनो चस्को लगावी रात गाळी जुओ
मारा विनानी रातनो ताळॉ लगावी जुओ!

पडशे नही तमने धडीभर चेन मारा विना
जे शक्यतां ना होय एवा ख्याल माणी जुओ!

सुनकार तमने लागशे रस्ता गली घर बधुं
ओढीने मारो ख्याल बे डगला तो चाली जुओ!

जेना विरहमां जिंदगी लागे अधूरी सदा
ए सत्यने मारा गझल काव्योमां वांची जुओ

घगधगतां अंगारा समी आ लागणी जाणवां
अग्नि सळगतो होय त्यारे हाथ नाखी जुओ!

हालात मजबुर होय त्यारे मानवी शुं करे
हसतुं मों राखी आंखनां अश्रुओने पी जुओ!

मारो सुफी-अंदाज सौने एटले तो गमे
आठे-प्रहर सुख-दुख भूली मस्तीमां नाची जुओ!

आवी फकीरी शब्दनी सौना नशीबे न होय
करतालनी माफक कलमने पण वगाडी जुओ

हुं रंग अवधुतने महोतरमा छे वरणागी नार
एवी अनोखो दाखलो दुनियाने आपी जुओ
– नरेश के. डॉडीया


એકાન્તનો ચસ્કો લગાવી રાત ગાળી જુઓ
મારા વિનાની રાતનો તાળૉ લગાવી જુઓ!

પડશે નહી તમને ધડીભર ચેન મારા વિના
જે શક્યતાં ના હોય એવા ખ્યાલ માણી જુઓ!

સુનકાર તમને લાગશે રસ્તા ગલી ઘર બધું
ઓઢીને મારો ખ્યાલ બે ડગલા તો ચાલી જુઓ!

જેના વિરહમાં જિંદગી લાગે અધૂરી સદા
એ સત્યને મારા ગઝલ કાવ્યોમાં વાંચી જુઓ

ઘગધગતાં અંગારા સમી આ લાગણી જાણવાં
અગ્નિ સળગતો હોય ત્યારે હાથ નાખી જુઓ!

હાલાત મજબુર હોય ત્યારે માનવી શું કરે
હસતું મોં રાખી આંખનાં અશ્રુઓને પી જુઓ!

મારો સુફી-અંદાજ સૌને એટલે તો ગમે
આઠે-પ્રહર સુખ-દુખ ભૂલી મસ્તીમાં નાચી જુઓ!

આવી ફકીરી શબ્દની સૌના નશીબે ન હોય
કરતાલની માફક કલમને પણ વગાડી જુઓ

હું રંગ અવધુતને મહોતરમા છે વરણાગી નાર
એવી અનોખો દાખલો દુનિયાને આપી જુઓ
– નરેશ કે. ડૉડીયા

Advertisement