मारी नजरथी कोइ एने जोइ शकतु नथी Gujarati Gazal By Naresh K. Dodia

मारी नजरथी कोइ एने जोइ शकतु नथी Gujarati Gazal By Naresh K. Dodia
मारी नजरथी कोइ एने जोइ शकतु नथी Gujarati Gazal By Naresh K. Dodia
मारी नजरथी कोइ एने जोइ शकतु नथी
कारणके मारा जेवुं बींजुं कोइ गमतुं नथी

एने खूदाइ चोपडी समजीने वांचुं छुं हुं
मारा सिवाई दिलथी एने कोइ पढतुं नथी

हेताळ मारी मावजत आपे छे कायम खूशी
माराथी आगळ एटले त्यां कोइ वधतुं नथी

मारी वफादारी उपर अभिमान छे एटलुं
जाणे छे मारूं मन कदी ज्यां त्यां भटकतुं नथी

एना अबोला ध्यानमां लेतो नथी हुं कदी
हुं जाणु छुं के मौन ए च्हेराने सदतुं नथी

जेनी अवेजी छे नही दुनियामां तेथी ज तो
ज्यारे जरूरत होय माणस ए ज मळतुं नथी

मारी महोतरमाने चाही एटलुं जाणुं छुं
एना विनां आ जिंदगीनुं पानुं फरतुं नथी
– नरेश के. डॉडीया


મારી નજરથી કોઇ એને જોઇ શકતુ નથી
કારણકે મારા જેવું બીંજું કોઇ ગમતું નથી

એને ખૂદાઇ ચોપડી સમજીને વાંચું છું હું
મારા સિવાઈ દિલથી એને કોઇ પઢતું નથી

હેતાળ મારી માવજત આપે છે કાયમ ખૂશી
મારાથી આગળ એટલે ત્યાં કોઇ વધતું નથી

મારી વફાદારી ઉપર અભિમાન છે એટલું
જાણે છે મારૂં મન કદી જ્યાં ત્યાં ભટકતું નથી

એના અબોલા ધ્યાનમાં લેતો નથી હું કદી
હું જાણુ છું કે મૌન એ ચ્હેરાને સદતું નથી

જેની અવેજી છે નહી દુનિયામાં તેથી જ તો
જ્યારે જરૂરત હોય માણસ એ જ મળતું નથી

મારી મહોતરમાને ચાહી એટલું જાણું છું
એના વિનાં આ જિંદગીનું પાનું ફરતું નથી
– નરેશ કે. ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment