कोइ आयोजन हवे आगोतरूं थातुं नथी Gujarati Gazal By Naresh K. Dodia

कोइ आयोजन हवे आगोतरूं थातुं नथी Gujarati Gazal By Naresh K. Dodia
कोइ आयोजन हवे आगोतरूं थातुं नथी Gujarati Gazal By Naresh K. Dodia
कोइ आयोजन हवे आगोतरूं थातुं नथी
जिंदगी भारण बनी के भेट समजातु नथी?

वारसागत टेव खूल्ला मनथी हसवानी मळी
मापसरनुं स्मित ए कारणथी प्हेरातुं नथी

कोइ प्रायोजन बदलशे ए भूली जा दोस्त तुं
आंख सामे होय माणस तोय परखातुं नथी

अस्त थातां जोइ लीधा कारवाओ यादनां
लाख कोशिश करवाथी ए द्रश्य भूंसांतु नथी

पानखर ज्यारे गळे वळगी पडी सामे चडी
ए दिवसथी डाळ पर पंखीथी झूलातुं नथी

आंख सामे कोइ गमतां अलविदा ज्यां थाय छे
आंसुओ तैयार रांखो तोय रोवातुं नथी

कल्पनाओ पण हकीकत ब्यां करे क्यारेक तो
सत्य शब्दोमां छुपावो पण ए संतांतु नथी

लाख च्हेरा जोइने मारी नजर ज्यारे ठरी
ए महोतरमानुं फोटॉ होवुं पोषातुं नथी
-नरेश के.डॉडीया
કોઇ આયોજન હવે આગોતરૂં થાતું નથી
જિંદગી ભારણ બની કે ભેટ સમજાતુ નથી?

વારસાગત ટેવ ખૂલ્લા મનથી હસવાની મળી
માપસરનું સ્મિત એ કારણથી પ્હેરાતું નથી

કોઇ પ્રાયોજન બદલશે એ ભૂલી જા દોસ્ત તું
આંખ સામે હોય માણસ તોય પરખાતું નથી

અસ્ત થાતાં જોઇ લીધા કારવાઓ યાદનાં
લાખ કોશિશ કરવાથી એ દ્રશ્ય ભૂંસાંતુ નથી

પાનખર જ્યારે ગળે વળગી પડી સામે ચડી
એ દિવસથી ડાળ પર પંખીથી ઝૂલાતું નથી

આંખ સામે કોઇ ગમતાં અલવિદા જ્યાં થાય છે
આંસુઓ તૈયાર રાંખો તોય રોવાતું નથી

કલ્પનાઓ પણ હકીકત બ્યાં કરે ક્યારેક તો
સત્ય શબ્દોમાં છુપાવો પણ એ સંતાંતુ નથી

લાખ ચ્હેરા જોઇને મારી નજર જ્યારે ઠરી
એ મહોતરમાનું ફોટૉ હોવું પોષાતું નથી
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment