छलकता प्रेमथी आखुं जगत जीताय छे Gujarati Gazal By Naresh K. Dodia

छलकता प्रेमथी आखुं जगत जीताय छे Gujarati Gazal By Naresh K. Dodia
छलकता प्रेमथी आखुं जगत जीताय छे Gujarati Gazal By Naresh K. Dodia
छलकता प्रेमथी आखुं जगत जीताय छे
गझल मारी ए कारणथी अहीं वंचाय छे      

सफरमा हमसफर पण कोइने गमतुं मळे
मलकता होठ ने आंखोथी वातो थाय छे

नथी मळतो जीवनमा प्रेम ज्यारे कोइने
ह्रदयमां यातनां,आंखे नमी छलकाय छे

तडपती रात पण शीतळ बने छे यादमां
ए गमतुं मानवी सपनांमा आवी जाय छे

उदासी आपनी आंखे अडकती होय तो?
विरहनी छाप मारा दिलमां जइ अंकाय छे

कलम पकडी छे में तारी खूशी खातर अहीं 
नवा नक्कोर काव्यो एटले सर्जाय छे

जगतना कोइ खूणे आप वसतां हो भले
आ चाहतनी असर तो दूरथी परखाय छे

ए शायर पर सितम जारी कदी करशो नही
सतत जे प्रेमना काव्यो लखी हरखाय छे

तमारी जीदं,गुस्सो,रोफ मंजुर छे मने
तमारी चाहनामां जिंदगी जीवाय छे

तमारी आंखमा तारा बनी चमकी जशुं
आं शब्दो तेज थइने आंखमा वंचाय छे

जो तारा नामथी में अनगिनत काव्यो रच्या
“महोतरमां”ना नामे काव्य मारा गाय छे
-नरेश के.डॉडीया
છલકતા પ્રેમથી આખું જગત જીતાય છે
ગઝલ મારી એ કારણથી અહીં વંચાય છે      

સફરમા હમસફર પણ કોઇને ગમતું મળે
મલકતા હોઠ ને આંખોથી વાતો થાય છે

નથી મળતો જીવનમા પ્રેમ જ્યારે કોઇને
હ્રદયમાં યાતનાં,આંખે નમી છલકાય છે

તડપતી રાત પણ શીતળ બને છે યાદમાં
એ ગમતું માનવી સપનાંમા આવી જાય છે

ઉદાસી આપની આંખે અડકતી હોય તો?
વિરહની છાપ મારા દિલમાં જઇ અંકાય છે

કલમ પકડી છે મેં તારી ખૂશી ખાતર અહીં 
નવા નક્કોર કાવ્યો એટલે સર્જાય છે

જગતના કોઇ ખૂણે આપ વસતાં હો ભલે
આ ચાહતની અસર તો દૂરથી પરખાય છે

એ શાયર પર સિતમ જારી કદી કરશો નહી
સતત જે પ્રેમના કાવ્યો લખી હરખાય છે

તમારી જીદં,ગુસ્સો,રોફ મંજુર છે મને
તમારી ચાહનામાં જિંદગી જીવાય છે

તમારી આંખમા તારા બની ચમકી જશું
આં શબ્દો તેજ થઇને આંખમા વંચાય છે

જો તારા નામથી મેં અનગિનત કાવ્યો રચ્યા
“મહોતરમાં”ના નામે કાવ્ય મારા ગાય છે
-નરેશ કે.ડૉડીયા

Advertisement