मारी तरसनु रण कदी पण तृप्त थाशे नही Gujarati Gazal By Naresh K. Dodia

मारी तरसनु रण कदी पण तृप्त थाशे नही Gujarati Gazal By Naresh K. Dodia
मारी तरसनु रण कदी पण तृप्त थाशे नही Gujarati Gazal By Naresh K. Dodia
मारी तरसनु रण कदी पण तृप्त थाशे नही
वरसी जवानो भाव मारो लुप्त थाशे नही

जे होय ते जाहेरमां आवी शके छे बधुं
मारी गझलमां तारू होवुं गुप्त थाशे नही

पंखीं समी तने मे पकडी प्यारना नामथी
इच्छे छतां मारी नजरथी मुक्त थाशे नही

करवानी छे तारे चुकवणी व्याज साथे भलां
आ व्हेचणी उर्मिनी मारी मुफ्त थाशे नही

जेवी ते मनमानी करी एवी ज थाशे हवे
ज्यारे तुं इच्छे एम मन झंकृत थाशे नही

घगधगता अंगारा समी छे लागणीओ बधी
आळसना नामे कोइ’दी ए सुस्त थाशे नही

तारे प्रखरताथी समयसर प्रेम करवानो छे
ब्हानाओ तारा एक पण स्वीकृत थाशेनही

मारा वचन ने बोल पर कायम रहेवानो छुं
ने अन्य नारी जोइने मन धृत थाशे नही

मारी’महोतरमां’जीवनभर साथ तारो मळे
तारा प्रती चाहत अमारी मृत थाशे नही
-नरेश के.डॉडीया
મારી તરસનુ રણ કદી પણ તૃપ્ત થાશે નહી
વરસી જવાનો ભાવ મારો લુપ્ત થાશે નહી

જે હોય તે જાહેરમાં આવી શકે છે બધું
મારી ગઝલમાં તારૂ હોવું ગુપ્ત થાશે નહી

પંખીં સમી તને મે પકડી પ્યારના નામથી
ઇચ્છે છતાં મારી નજરથી મુક્ત થાશે નહી

કરવાની છે તારે ચુકવણી વ્યાજ સાથે ભલાં
આ વ્હેચણી ઉર્મિની મારી મુફ્ત થાશે નહી

જેવી તે મનમાની કરી એવી જ થાશે હવે
જ્યારે તું ઇચ્છે એમ મન ઝંકૃત થાશે નહી

ઘગધગતા અંગારા સમી છે લાગણીઓ બધી
આળસના નામે કોઇ’દી એ સુસ્ત થાશે નહી

તારે પ્રખરતાથી સમયસર પ્રેમ કરવાનો છે
બ્હાનાઓ તારા એક પણ સ્વીકૃત થાશેનહી

મારા વચન ને બોલ પર કાયમ રહેવાનો છું
ને અન્ય નારી જોઇને મન ધૃત થાશે નહી

મારી’મહોતરમાં’જીવનભર સાથ તારો મળે
તારા પ્રતી ચાહત અમારી મૃત થાશે નહી
-નરેશ કે.ડૉડીયા

Advertisement

No comments:

Post a Comment