जे सहजताथी मळे छे एमनी जेने खबर होती नथी Gujarati Gazal By Naresh K. Dodia

जे सहजताथी मळे छे एमनी जेने खबर होती नथी Gujarati Gazal By Naresh K. Dodia
जे सहजताथी मळे छे एमनी जेने खबर होती नथी Gujarati Gazal By Naresh K. Dodia
जे सहजताथी मळे छे एमनी जेने खबर होती नथी
ए ज माणसने ए वस्तुंनी कदी साची कदर होती नथी

स्हेज मीठो आवकारो आपशो तो दंडवत थइ जाय छे
लागणीने मापसर झूकी जवा माटे कमर होती नथी

मांगवाथी जे कदी मळतुं नथी एवी दुआ ना मांग तुं
मांगणी एवी मुको के.,ज्या खुदानी पण नजर होती नथी

लागणीओना भरोसे प्रेमने रेढो मूकी दे दोस्त तुं
कोइ लूंटी जाय तारा प्रेमने एवी डगर होती नथी   

ज्यारथी कबजो जमाव्यो एमने मारा ह्रदयने आंखमां
मावजत पींछा समी आपु,छता एने खबर होती नथी

यादनी डाळे हुं वडवागोळ जेवो थइने लटकुं छुं सदा
रात आखी जागवाथी ख्वाबनी कोइ असर होती नथी

कायमी सींचुं छुं चाहतनो बगीचों लोहीं अश्रु पाइने
ए ज कारणथी अमारा प्रेम बागे पानखर होती नथी

आ “महोतरमाना” नामे ज्यारथी काव्यो गझल लखतां शीख्यो
ते दिवसथी आ ह्रदयनी कोइ बीजामा सफर होती नथी
-नरेश के.डॉडीया
જે સહજતાથી મળે છે એમની જેને ખબર હોતી નથી
એ જ માણસને એ વસ્તુંની કદી સાચી કદર હોતી નથી

સ્હેજ મીઠો આવકારો આપશો તો દંડવત થઇ જાય છે
લાગણીને માપસર ઝૂકી જવા માટે કમર હોતી નથી

માંગવાથી જે કદી મળતું નથી એવી દુઆ ના માંગ તું
માંગણી એવી મુકો કે.,જ્યા ખુદાની પણ નજર હોતી નથી

લાગણીઓના ભરોસે પ્રેમને રેઢો મૂકી દે દોસ્ત તું
કોઇ લૂંટી જાય તારા પ્રેમને એવી ડગર હોતી નથી   

જ્યારથી કબજો જમાવ્યો એમને મારા હ્રદયને આંખમાં
માવજત પીંછા સમી આપુ,છતા એને ખબર હોતી નથી

યાદની ડાળે હું વડવાગોળ જેવો થઇને લટકું છું સદા
રાત આખી જાગવાથી ખ્વાબની કોઇ અસર હોતી નથી

કાયમી સીંચું છું ચાહતનો બગીચોં લોહીં અશ્રુ પાઇને
એ જ કારણથી અમારા પ્રેમ બાગે પાનખર હોતી નથી

આ “મહોતરમાના” નામે જ્યારથી કાવ્યો ગઝલ લખતાં શીખ્યો
તે દિવસથી આ હ્રદયની કોઇ બીજામા સફર હોતી નથી
-નરેશ કે.ડૉડીયા
Advertisement